હવે આધારકાર્ડમાં પણ ગોટાળા!! એક જ નંબરના બે આધારકાર્ડ ઈશ્યુ

- text


હળવદના નવા ધનાળા ગામે બે વ્યક્તિના એક જ આઇડી નંબરથી બન્યા આધાર કાર્ડ

હળવદ : કેન્દ્ર અને રાજ્ય સરકારની જુદી જુદી યોજનાઓ અને અન્ય સરકારી કામો માટે ફરજીયાત બનેલા આધારકાર્ડમાં પણ હવે ગરબડ ગોટાળા બહાર આવવા લાગ્યા છે. સામાન્ય રીતે કોઈપણ નાગરિકને ઈશ્યુ થતા આધારકાર્ડમાં એક યુનિક આઇડેન્ટિટી નંબર આપવામાં આવે છે. પરંતુ હળવદ તાલુકાના નવા ધનાળા ગામે બે વ્યક્તિને એક જ આઇડેન્ટિટી નંબરથી આધારકાર્ડ ઈશ્યુ થતા આશ્ચર્ય સર્જાયું છે અને આધારકાર્ડ સિસ્ટમ સામે પ્રશ્નાર્થ ખડા થયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના નવા ધનાળા ગામે રહેતા અક્ષયભાઇ બળદેવભાઇ પરમાર અને મનીષકુમાર નંદલાલભાઇ તારબુંદીયા નામના નાગરિકોએ જરૂરી અઢાર પુરાવા સાથે આધારકાર્ડ કઢાવવા અરજી કર્યા બાદ બન્ને નાગરિકોને 5369 9306 5527 યુનિક આઇડેન્ટિટી નંબર સાથે આધારકાર્ડ આપવામાં આવ્યા છે.

- text

બીજી તરફ નવા ધનાળા ગામે બે નાગરિકોના આધાર કાર્ડમા એક નંબરના કાર્ડ આવતા હાલ મૂંઝવણમાં મુકાયા છે અને યુનિક આઇડેન્ટી ફિકેશન સિસ્ટમ ખુબ જ મજબૂત હોવા છતાં બે અલગ-અલગ વ્યક્તિને એક જ નંબરથી કેવી રીતે કાર્ડ ઈશ્યુ થયા હશે અને આ ભૂલ કે ક્ષતિ માટે કોણ જવાબદાર જેવા ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે. જો કે, હાલ તો સરકારી તંત્રની ભૂલના કારણે નાગરિકોને પરેશાન થવાનો વારો આવ્યો છે.


● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text