જલારામ મંદિરના સદાવ્રતમાં આર્થિક સહયોગ આપી જન્મદિવસની પ્રેરક ઉજવણી કરતા વૃદ્ધ

- text


મોરબી : મોરબીમાં જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહેશભાઈ રાચ્છ દ્વારા ભોજન પ્રસાદમાં આર્થિક સહયોગ આપી ૬૮મા જન્મદીવસની પ્રેરક ઉજવણી કરવામાં આવી છે.

વિવિધ પ્રકારની માનવ સેવા પ્રદાન કરતા મોરબીના જલારામ પ્રાર્થના મંદિર દ્વારા દરરોજ બપોરે તેમજ સાંજે ભોજન પ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ અવિરત ચલાવવામા આવી રહ્યો છે. ત્યારે મોરબીના મહેશભાઈ મુલચંદભાઈ રાચ્છ દ્વારા તેમના ૬૮મા જન્મદીનની પ્રેરક ઉજવણી કરવામા આવી હતી. જે અંતર્ગત જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા દાન આપી પ્રસાદ યોજવામા આવ્યો હતો. તેમના જન્મદીનની પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી સહીતનાઓએ શુભકામનાઓ પાઠવી હતી. તેમ જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડની યાદીમાં જણાવાયું છે.

- text


● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text