ચોમાસા પહેલા ગ્રામ્ય માર્ગોના કામ પુરા કરવા બાંધકામ સમિતિ ચેરમેનનો આદેશ

- text


મોરબી જિલ્લા પંચાયતના સેવાભાવી બાંધકામ સમિતિ ચેરમેને અધિકારીઓના કાન આમળ્યા

મોરબી : મોરબી જિલ્લા પંચાયતમાં બાંધકામ સમિતિના ચેરમને પદે કાર્યભાર સાંભળતાની સાથે જ ખરા અર્થમાં લોકસેવક કહેવાતા અજયભાઈ લોરીયાએ અધિકારીઓના કાન આમળી ચોમાસા પૂર્વે જે જે ગ્રામ્ય માર્ગોના કામ ચાલુ છે તે પૂર્ણ કરવા આદેશ આપતા લાંબાસમયથી આરામમાં રહેલા અધિકારીઓ દોડતા થયા છે.

મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાની કાર્યપાલક ઈજનેર તેમજ બાંધકામ શાખાના અધિકારી સાથે તાકીદની મિટિંગ યોજવામાં આવી હતી અને આ મિટિંગમાં મોરબી જીલ્લાના માટેલ કોઝવેલ, રાપર ગામ રસ્તા, રંગપર-જીવાપર, હાઈવેથી ગુંગણ, હાઇવેથી સોખડા, રવાપર નદી, નવલખી હાઇવે, ખીરસરા, ગાળા વગેરે કામની ચર્ચા કરી તાત્કાલિક ચોમાસા પહેલા આ રસ્તાના કામો પુરા કરવાની તાકીદ કરવામાં આવી હતી.

- text

ઉલ્લેખનીય છે કે બાંધકામ ચેરમેન લોરીયાનો મિજાજ જોતા 24 કલાકની અંદર માટેલ ધરાના પુલ સહિતના રીપેરીંગના કામો શરૂ કરી દેવામાં આવ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text