મોરબી જિલ્લા પંચાયત પેનલના એડવોકેટ તરીકે સિનિયર ધારાશાસ્ત્રીની નિમણૂક

- text


મોરબી: જિલ્લામાં નવી રચાયેલી જિલ્લા પંચાયતમાં કારોબારી મિટિંગ મળી હતી. આ મિટિંગમાં મોરબીના સિનિયર ધારાશાસ્ત્રી દિલીપભાઈ અગેચણીયાની પેનલ એડવોકેટ તરીકે સર્વાનુમતે નિમણુંક કરવામાં આવી હતી. મોરબીના સિનિયર ધારાશાસ્ત્રી દિલીપભાઈ હાલમાં મોરબી જિલ્લાનાં વકીલ મંડળના પ્રમુખ તથા અન્ય મોટી સંસ્થાઓમાં પેનલ એડવોકેટ તરીકે કાર્યરત છે. પેનલ એડવોકેટ તરીકે તેઓની નિમણુંક થતા મોરબીના વકીલો, કોળી સમાજના આગેવાનો તથા જિલ્લા પંચાયતના સદસ્યોએ આ નિમણુંકને આવકારી દિલીપભાઈને અભિનંદન પાઠવ્યા હતા.

- text

- text