- text
બેલા, લીલાપર, માણાબામાં એપ્રિલમાં 275 કેસ, 42ના મોત : લીલાપરમાં હાલ એકપણ એક્ટીવ કેસ નથી
મોરબી : મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાએ ગયા એપ્રિલ માસમાં આંતક મચાવ્યા બાદ હવે કેસો ઉતરોતર ઘટ્યા છે અને રિકવરી રેઈટ વધતા હવે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાની પરિસ્થિતિ ધીરેધીરે થાળે પડી રહી છે. પરંતુ વેકસીનેશન માટે હજુય ફાંફા છે. તેમજ ટેંસ્ટિંગની સુવિધાઓ ન હોવાથી ગામલોકોને ટેસ્ટ કરવામાં માટે બે-ત્રણ કિમિ દૂર જવું પડે છે. કોરોનાની બીજી લહેરમાં તંત્રની અણઆવડત છતી થઈ હોવા છતાં હજુ સુધી લોકોની સુખાકારી માટે કોઈ પગલાં ન લેવાતા કઠણાઈ સર્જાઈ છે.
મોરબીના બેલા ગામના સરપંચ એ જણાવ્યું હતું કે કોરોનાની સેકન્ડ ઇનિંગમાં ગામમાં 100 જેટલા કેસ હતા અને 32ના મૃત્યુ થયા છે. પણ હવે કેસ ઘટતા અને રિકવરી રેઈટ વધતા પરિસ્થિતિ સુધાર આવ્યો છે. જેમાં હાલ ગામમાં 12 જેવા કેસ એક્ટીવ છે. અત્યાર સુધીમાં 150 લોકોને રસી મુકાઈ છે.
- text
જ્યારે લીલાપર ગામના સરપંચ મુકેશભાઈ શેરસિયાએ જણાવ્યું હતું કે, ગામમાં એપ્રિલ માસમાં 175 જેટલા કેસ હતા અને કોવિડ અને અન્ય બીમારીઓના કારણે 17 લોકોના મોત થયા હતા. પણ હવે એકપણ કેસ એક્ટિવ નથી. આથી, ગામમાં હાલ કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. જો કે વેકસીન માટે હાલાકી ભોગવવી પડે છે. 4 હજારની વસ્તી સામે હજુ 75 જેટલા લોકોને જ રસી મુકાઈ છે. પહેલા ડોઝનો પણ માંડ વારો આવ્યો છે. એટલે વેકસીન માટે દરરોજ રજુઆત કરીએ છીએ. પણ કોઈ ધ્યાન નથી આપતું.
માળીયા તાલુકાના માણાબા ગામના સરપંચ વિઠ્ઠલભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ગયા મહિને 20 જેટલા કેસ આવ્યા હતા. અને 2 વ્યક્તિના મોત થયા છે. પણ હવે પરિસ્થિતિ સુધરતા હાલ ગામમાં 5 કેસ જ એક્ટિવ છે. જો કે શરૂઆતથી લોકડાઉન અને જરૂરી તમામ તકેદારીના પગલાં લેવાતા આ ગામમાં કોરોનાની પરિસ્થિતિ નિયત્રણમાં રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.
- text