જેતલસરની તરુણીના હત્યારા સામે કડક પગલાં લેવા મોરબી જિલ્લા અધિક કલેકટરને આવેદન

- text


મોરબી : જેતલસર ગામની યુવતી સૃષ્ટિની હત્યાના આરોપી સામે ઝડપથી કડક પગલા લેવા બાબતે મહિલા સામખ્ય ગુજરાત સંસ્થા (દેવભૂમિ DRP)ના રીટા પટેલની આગેવાનીમાં મહિલાઓ દ્વારા મોરબી જિલ્લા અધિક કલેકટર કેતન જોશીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

- text

આ લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે રાજકોટ જીલ્લાના જેતપુર તાલુકામાં જેતલસર ગામમાં અસામાજિક તત્વો દ્વારા કિશોરી પર છરીના ઘા ઝીંકીને જાહેરમાં કરપીણ હત્યા નીપજાવામાં આવી છે. આવુ ક્રૂરતાપૂર્વકનું કૃત્ય સમાજમાં નીંદાને પાત્ર છે. થોડા દિવસો પહેલા મહિલાઓના સશકિતકરણને લગતી તેમજ ‘બેટી પઢાઓ, બેટી બચાઓ’ના નારા અને ‘દીકરીને દહેજમાં શિક્ષણ આપો’ તેવા સુત્રો દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવેલ. તો આ તરુણીને ન્યાય મળે અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવા પગલા લેવા મહિલા સામખ્ય સોસાયટી શિક્ષણ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે અને ભવિષ્યમાં આવા બનાવ ન બને તે માટે આરોપીને ત્વરીત કડકમાં કડક પગલાં લઈ સજા થાય તેવી માંગ કરવામાં આવેલ છે.

- text