રાજ્ય પોલીસ દળમાં પીએસઆઇની ભરતીમાં અન્યાય મામલે હળવદ બહુજન સમાજ દ્વારા આવેદન

- text


ભરતીમાં એસસી, એસટી, ઓબીસી ઉમેદવારોને અન્યાય થયાની રજુઆત

હળવદ: તાજેતરમાં રાજ્ય પોલીસદળમાં પીએસઆઇની ભરતી કરવામાં આવી હતી અને આ ભરતીમાં બહુજન સમાજને અન્યાય થયો હોવાની રાવ સાથે આ ઝાડ મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી અને માંગ કરવામાં આવી હતી કે, વહેલામાં વહેલી તકે ભરતીમાં એસસી, એસટી, ઓબીસી ઉમેદવારને અન્યાય થયો છે તે દૂર કરવામાં આવે. આજરોજ મામલતદાર કચેરી ખાતે બહુજન સમાજ દ્વારા તાજેતરમાં કરાયેલ રાજ્ય પોલીસ દળની પીએસઆઇની પરીક્ષા માં અન્યાય મામલે લેખિતમાં રજૂઆત કરાઇ હતી.

- text

મહામહિમ રાજ્યપાલ ને કરાયેલ રજૂઆતમાં જણાવ્યું હતું કે પોલીસ ભરતી બોર્ડ દ્વારા કુલ 1382 ભરવાની થતી જગ્યાઓના માંથી અનુ.જાતિની(SC)અનામત બેઠકો 97 હોવી જોઇએ જેની સામે ફક્ત 71 બેઠકો ફાળવવામાં આવી છે. અનુ.જનજાતિ(ST) ની કુલ આનામત બેઠકો 207 હોવી જોઇએ જેની સામે ફક્ત 202 જ બેઠકો ફાળવવામાં આવી છે. તેમજ બક્ષીપંચ(OBC )નિ કુલ અનામત બેઠકો 373 હોવી જોઇએ જેની સામે ફક્ત 340 બેઠકો ફાળવવામાં આવી છે. જેથી, આ ભરતી બોર્ડ દ્વારા ગરબડ કરી હળહળતો અન્યાય કરવામાં આવ્યો છે. જેથી આ ભરતીમાં થયેલ અન્યાય તાત્કાલિક ધોરણે અટકાવવાની જરૂર છે તથા તમામ યોગ્ય બંધારણીય જોગવાઈઓ મુજબ સુધારા કરવાની તાત્કાલિક ધોરણે જરૂર છે. ચોક્કસ સમયમર્યાદામાં અને તાત્કાલિક ધોરણે એસસી, એસટી, ઓબીસી સમાજના યુવાનો, વિદ્યાર્થીઓ સાથે થયેલો અન્યાય અટકાવવામાં નહીં આવે તો આખા ગુજરાત ભરમાં લોકતાંત્રિક ઢબે આંદોલન કરવામાં આવશે અને તેની તમામ જવાબદારી ગુજરાત સરકારની રહેશે. તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ તકે બહુજન સમાજના મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

- text