ટંકારા : બે બાઈક સામાસામા અથડાતા એકનું મોત : બે ઘાયલ

- text


મૃતકના બહેને મોટરસાયકલ ચાલક સામે ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

ટંકારા : ટંકારા નજીક મિતાણા-નેકનામ રોડ જી.ઈ.બી ઓફિસની સામેના ભાગે રોડ ઉપર: બે બાઈક સામાસામા અથડાતા એક બાઈક ચાલકને ગંભીર ઇજા થવાથી તેમનું મોત નીપજ્યું હતું.જ્યારે આ અકસ્માતમાં અન્ય બે વ્યક્તિને ઇજા પહોંચી હતી.મૃતકના બહેને સામેના મોટરસાયકલ ચાલક સામે ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

- text

આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી હંસાબેન કેતનભાઇ રાઠોડ (ઉ.વ.૩૦ ધંધો-ઘરકામ રહે.ગામ ઉકરડાતા.પડધરી જી. રાજકોટ)એ આરોપી સ્પ્લેન્ડર મોટરસાયકલ નં. જી.જે.૦૩ ઈ.એફ.૮૬૧૨ વાળાનો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૪ ના રોજ સાંજના સાડા પાંચ પોણા છએક વાગ્યાના અરસામાં ફરીયાદી તથા તેમના ભાઈ હરજીવનભાઈ પોતાના હવાલાવાળુ જી.જે.૩૬ ક્યુ. ૯૮૪૩ નંબરનું મોટરસાયકલ ચલાવીને ધ્રોલીય થી ઉકરડા જતા હતા.ત્યારે મિતાણાથી નેકનામ જતા રોડ જીઈબીની સામે રોડ ઉપર સામેથી એક સ્પ્લેન્ડર મો.સા જેના રજી નં. જી.જે.૦૩ ઈ.એફ.૮૬૧૨ વાળાનો ચાલક પોતે પોતાનુ મો.સા પુરઝડપે અને બેફીકરાઈથી ચાલવીને પોતાનુ મોટરસાઇક ફરીયાદીના મોટરસાયકલ સાથે ભટકાડતા ફરીયાદીને તથા ફરીયાદીના જેઠની દિકરી દ્રાષ્ટીને ઈજા પહોંચી હતી.તેમજ ફરીયાદીના ભાઈ હરજીવનભાઈને માથાના ભાગે તથા મોઢાના ભાગે ગંભીર ઈજા થવાથી તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text