કાલે પાલિકા પ્રમુખની ચૂંટણી : અલ્પાબેન કણઝારીયાનું નામ ચર્ચામાં

- text


 

ઉપ પ્રમુખ તરીકે જયરાજસિંહ જાડેજા અને કારોબારી ચેરમેન પદે સુરેશભાઈ દેસાઈનું નામ મોખરે

મોરબી : આવતીકાલે મોરબીના પ્રથમ નાગરિક એટલે કે નગર પાલિકા પ્રમુખની ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે પ્રમુખ તરીકે અલ્પાબેન કણઝારિયા અને ઉપ પ્રમુખ તરીકે જયરાજસિંહ જાડેજા અને કારોબારી ચેરમેન પદે સુરેશભાઈ દેસાઈનું નામ ચર્ચાઈ રહ્યુ છે.

- text

સુમાહિતગાર વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ આવતીકાલે તા.16ના રોજ નગરપાલિકા પ્રમુખ, ઉપ પ્રમુખની ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે પ્રથમ અઢી વર્ષ માટે મહિલા અનામતને પગલે પ્રમુખ તરીકે સતવારા સમાજમાંથી આવતા અને વોર્ડ નંબર 11માંથી ચૂંટાયેલા અલ્પાબેન કણઝારીયા અને ઉપ પ્રમુખ તરીકે છેલ્લી ત્રણ ટર્મથી ચૂંટાઈ આવતા વોર્ડ નંબર 3ના જયરાજસિંહ જાડેજાના નામ ચર્ચાઈ રહ્યા છે. આ ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે વોર્ડ નંબર 9માંથી ચૂંટાયેલા સુરેશભાઈ દેસાઈનું નામ મોખરે હોવાનું જાણવા મળ્યું છે.

આવતીકાલે સવારે 10.30 કલાકે ટાઉનહોલ ખાતે પ્રથમ સામાન્ય સભા મળશે જેમાં પ્રમુખ અને ઉપ પ્રમુખ સહિતના હોદ્દેદારોની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે.

- text