હળવદ સ્વામિનારાયણ મંદિર(જૂનું-ટાવરવાળું)નો પાટોત્સવ 15થી 19 માર્ચ સુધી ઉજવાશે

- text


વાર્ષિક પાટોત્સવ દરમિયાન સત્સંગીજીવન કથા તથાપારાયણ યોજાશે : હરિભક્તોમાં હરખની હેલી

હળવદ : હળવદમાં આવેલ ભગવાન સ્વામિનારાયણના સમકાલીન મહાન સંતવર્ય મહાનુભાવાનંદ સ્વામી દ્વારા નિર્મિત 175 વર્ષ પુરાતનીય સ્વામિનારાયણ મંદિર ( જૂનું-ટાવરવાળું)નો વાર્ષિક પાટોત્સવ આવતીકાલે તા.15 માર્ચથી 19 માર્ચ સુધી હળવદના મોરબી દરવાજા બહાર સબળેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં યોજાશે.વાર્ષિક પાટોત્સવ દરમિયાન સત્સંગીજીવન કથા તથા પારાયણ યોજાશે.

હળવદના મોરબી દરવાજા બહાર સબળેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં યોજાનાર સત્સંગીજીવન, પારાયણમાં કોશલેન્દ્રપરસદજી મહારાજના આશીર્વાદથી તેમજ વિજ્ઞાનદાસજી સ્વામીની દિવ્ય પ્રેરણાથી મૂળીધામના વિદ્યાન વક્તા સદગુરુ શાસ્ત્રી ભક્તિનંદનદાસજી સ્વામી કથાનું રસપાન કરાવશે.કથા દરમિયાન વિદ્યાન વક્તા ચરાડવાના ધર્મવલ્લભદાસજી સ્વામી, હળવદના શ્રીજી સ્વરૂપદાસજી સ્વામી ,મૂળીના મહંત સ્વામી હરિપ્રકાશદાસજી,સુરેન્દ્રનગરના કોઠારી સ્વામી કૃષ્ણવલ્લભદાસજી, શાસ્ત્રી સ્વામી શ્રીજી પ્રકાશદાસજી, હરિકૃષ્ણધમના તપોમૂર્તિ ભક્તિહરીદાસજી સ્વામી આર્શીવચન આપશે.

- text

સભાનું સંચાલન આટકોટના દિવ્યસાગરદાસજી કરશે. સમગ્ર કથામૃતના મુખ્ય યજમાન ઘનશ્યામલાલ છગનલાલ સોની પરિવાર (હળવદ) રહેશે. તેમજ સહ યજમાન મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી રહેશે.જ્યારે ભવ્ય પોથીયાત્રા તા.15 ને સોમવારે બપોરે 3-30 કલાકે નીકળશે. તા.16 ને મંગળવારે ઘનશ્યામ પ્રગટેયોત્સવ, નીલકંઠ વર્ણી રાજનો ભવ્ય અભિષેક મહોત્સવ, સહજાનંદ સ્વામી મહારાજનો ભવ્ય ગાદીપટ્ટાભિષેક, હિંડોળા મહોત્સવ ઉજવાશે.આ પ્રસંગે ગામેગામથી સંતો તેમજ હરિભક્તો પધારશે.કથા દરમિયાન મહાનુભાવોનું સન્માન કરાશે. તેમજ સમગ્ર કાર્યક્રમનું યુ-ટ્યુબ ઉપર લાઈવ પ્રસારણ કરાશે.

- text