મોરબીના વોર્ડ નંબર-4 માં ભાજપની યુવા, શિક્ષિત અને અનુભવી પેનલને ઠેર-ઠેર આવકાર

- text


ભાજપના ચારેય ઉમેદવારોનું સ્વાગત કરી વિસ્તારના પ્રાણપ્રશ્નોનો નિવેડો લાવવા આવે તેવી લાગણી વ્યક્ત કરતા મતદારો

મોરબી : મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર -4માં ભાજપની શિક્ષિત અને અનુભવી પેનલ દ્વારા પદયાત્રા કરી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરવામાં આવ્યા છે અને ચોતરફથી મતદારો દ્વારા ઉમળકાભેર આવકાર આપી મોરબીની વિકાસયાત્રાને આગળ ધપાવવા ભાજપની પેનલને જંગી બહુમતીથી જીત અપાવવાનો કોલ આપવામાં આવી રહ્યો છે.

આગામી તા.૨૮ ફેબ્રુઆરીના રોજ યોજાનારી મોરબી નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર -4 માં ભાજપ દ્વારા શિક્ષિત અને અનુભવી ઉમેદવારો ઉપર વિશ્વાસ મૂકી ટકોરાબદ્ધ સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે જેમાં ક્ષત્રિય રાજપૂત સમાજના અગ્રણી અને બીએ,એલએલબી થયેલા ગિરિરાજસિંહ સુખુભા ઝાલા, અખિલ ભારતીય કોળી સમાજના મહિલા પ્રમુખ અને પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ સિરોહિયાના ધર્મપત્ની જસવંતીબેન સિરોહિયાને ટીકીટ આપવામાં આવી છે તેઓએ ધોરણ ૧૦ સુધીનો અભ્યાસ કરેલ છે અને વિવિધ સમાજ સેવાની પ્રવૃત્તિ કરવાની સાથે મહિલા ઉત્થાન માટે મહિલા મંડળ પણ ચલાવી રહ્યા છે.

આ ઉપરાંત વોર્ડ નંબર -4માં સૌથી ઉચ્ચ શિક્ષિત પરિવારના મનસુખભાઇ મોહનભાઇ બરાસરાને લોકસેવા માટે ભાજપે પસંદ કર્યા છે મનસુખભાઇ બરાસરા (પ્રજાપતિ)એ બીકોમ સુધીનો અભ્યાસ કર્યો છે અને વ્યવસાયે એકાઉન્ટન્ટ છે તેઓ વરિયા પ્રજાપતિ સમાજ તેમજ અન્ય સમાજના લોકો માટે સતત દોડતા રહે છે તેમના પરિવારજનો ડોકટર, પત્રકાર, શિક્ષક અને સાહિત્યકાર જેવા ક્ષેત્રમાં છે.આ અગાઉ મનસુખભાઇ પાલિકામાં કાઉન્સિલર અને ચેરમેનપદે સેવા આપી ચુક્યા છે.

એ જ રીતે ભાજપના ચોથા ઉમેદવાર મનીષાબેન ગૌતમભાઈ સોલંકી પણ સમાજસેવા ક્ષેત્રે સતત પ્રયત્નશીલ રહે છે મનીષાબેનના પતિ ગૌતમભાઈ સોલંકી પૂર્વ કાઉન્સિલર રહી ચૂક્યા છે અને વોર્ડ નંબર 4માં ચામુંડા નગર સહિતના વિસ્તારમાં સતત લોકપ્રશ્નો માટે દોડતા રહે છે.

મોરબીના વોર્ડ નંબર 4માં નટરાજ ફાટકથી લઈ હાઉસિંગ બોર્ડ, એલ.ઇ.કવાટર્સ, ન્યુ પેલેસ કવાટર્સ, મહાપ્રભુજી બેઠક, નિત્યાનંદ, પાવનપાર્ક, રચના સોસાયટી, કર્મચારી સોસાયટી, વરિયાનગર, સો ઓરડી, ચામુંડાનગર, રામદેવપીર મંદિર વિસ્તાર, પરશુરામ પોટરી સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે અને આ વિસ્તાર હેઠળ 12029 મતદારો નોંધાયેલા છે.

હાલ ભારતીય જનતા પાર્ટીના ચારેય અનુભવી અને શિક્ષિત ઉમેદવારો પોતાના મતવિસ્તારમાં પદયાત્રા કરી રૂબરૂ જનસંપર્ક કરી રહ્યા છે અને તેમના વિસ્તારના તમામ પ્રશ્નો ઉકેલવાની ખાતરી સાથે પ્રવર્તમાન પ્રશ્નોનો વહેલાસર ઉકેલ લાવવાની અપેક્ષા સાથે મતદારો ઉમળકાભેર ભાજપની પેનલને આવકાર આપી રહ્યા છે.

- text

- text