ટંકારા: ‘વર્લ્ડ ડે ઓફ સોશિયલ જસ્ટીસ ડે’ની ઉજવણી કરાઈ

- text


ટંકારા: તાલુકાના કાનૂની સેવા સતા મંડળના અધ્યક એસ.એન. પૂંજાણીના માર્ગદર્શન હેઠળ તારીખ 20 ફેબ્રુઆરી 2021ના રોજ લાઇફ લિંક્સ વિદ્યાલય ટંકારા ખાતે ‘વર્લ્ડ ડે ઓફ સોશિયલ જસ્ટીસ ડે’ની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ટંકારા તાલુકાના કાનૂની સેવા સતા મંડળના લીગલ એડવોકેટ મુકેશ વી બારૈયા, નવાઝ એચ માડકીયા, શાળાના પ્રમુખ જયંતીલાલ ડી બારૈયા તથા તમામ શિક્ષકગણે પણ ભાગ લીધો હતો. હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીથી બચવાના ઉપાયો અને સાવચેતી રાખવા અંગેના પેમ્પ્લેટ ઉપસ્થિતોને વહેંચી માહિતી આપી જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો.

- text

- text