મોરબી-રાજકોટ હાઇવે પર કાર પલ્ટી મારી ગઈ, સદનસીબે જાનહાની ટળી

- text


ટંકારા : મોરબી-રાજકોટ હાઇવે પર ધ્રુવનગર પાસે આજે સાંજના સમયે એક કાર પલટી મારી ગઈ હતી. જોકે સદ્દનસીબે આ બનાવમાં કારમાં સવાર લોકોને કોઈ ગંભીર ઇજા પોહચી ન હતી.

મોરબી – રાજકોટ હાઇવે પર અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે. આ માટે રોડના અધૂરા કામ મુખ્યત્વે જવાબદાર છે ત્યારે આજે શનિવારે સાંજે મોરબી – રાજકોટ હાઇવે ધ્રુવનગર પાસે એક મારુતિ બ્રેઝા કાર અચાનક અકસ્માતે પલ્ટી મારી ગઈ હતી. સદનસીબે આ બનાવમાં જાનહાની ન થઈ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે બીજા એક બનાવમાં ટંકારાના લજાઈ નજીક એક કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી.

- text

- text