ઘીયાવડ પ્રાથમિક શાળામાં ઓનલાઇન વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકામાં સી.આર.સી.-જૂના કણકોટ હેઠળની ઘીયાવડ પ્રાથમિક શાળામાં હાલ હોમ લર્નિંગ પ્રોગ્રામ હેઠળ ધોરણ -૬/૭/૮ ના વિદ્યાર્થીઓ માટે ‘ઓનલાઇન ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા’નું તથા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી નિમિતે ‘ઓનલાઇન ક્વીઝ સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો. જેના વિજેતા વિદ્યાર્થીઓને વિજય સર, રવજી સર અને મીરલ ટીચર તરફથી ઈનામ આપવામાં આવ્યા હતા.

ઉપરાંત, ધોરણ – ૩/૪/૫ માં શિક્ષક નમ્રતાબા દ્વારા ‘ઓનલાઇન ક્રિએટિવ રંગોળી સ્પર્ધા’ અને ‘ઓનલાઇન પતંગ સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતા છાત્રોને પ્રોત્સાહક ઇનામ શિક્ષક નમ્રતાબા તરફથી આપવામાં આવેલ હતા. તેમજ ‘માર્ગ સલામતી સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે માઈક્રોસોફ્ટ ટીમના માધ્યમથી વિદ્યાર્થીઓને સમજૂતી આપવામાં આવી હતી. આ સાથે જ શિક્ષકો દ્વારા છાત્રોને ઉપયોગી યૂ-ટ્યૂબ માટે શૈક્ષણિક વીડિયો બનાવવાની પણ કામગીરી ચાલુ છે.

- text

- text