દિઘડિયામાં ગૌશાળાના લાભાર્થે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં શિવ-શક્તિ ઇલેવન ટીમ ચેમ્પિયન

- text


રામદેવપીરની ગૌશાળાના લાભાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ : ૪૦ ટીમોએ ભાગ લીધો

હળવદ : હળવદ તાલુકાના દિઘડિયા ગામે શક્તિધામ દિઘડીયા ક્રિકેટ ટીમ દ્વારા રામદેવપીરની ગૌશાળાના લાભાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુદી જુદી ૪૦ ટીમોએ ભાગ લીધો હતો. જ્યારે ગઈકાલે ફાઇનલમાં શિવ શક્તિ ઇલેવન અને ભગવતી ઇલેવન ટીમ સામસામે ટકરાઇ હતી. જેમાં શિવ શક્તિ ઇલેવન ટીમ ભગવતી ઈલેવનને પછાડી ચેમ્પિયન બની હતી.

હળવદ તાલુકાના દિઘડિયા ગામે ૨૬મી જાન્યુઆરીના રોજ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૧નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ નવ દિવસ ચાલેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદી જુદી ૪૦ ટીમોએ ભાગ લીધો હતો. ગઈકાલે ફાઇનલ મેચ હતો. જેમાં શિવ શક્તિ ઇલેવન અને ભગવતી ઇલેવન વચ્ચે ખરાખરીનો મુકાબલો જમ્યો હતો અને ભારે રસાકસી બાદ શિવ શક્તિ ઇલેવન ટીમએ ભગવતી ટીમને હરાવી ચેમ્પિયન બની હતી. જેથી, વિજેતા ટીમને ૫૧૦૦ અને ટ્રોફી આપવામાં આવી હતી. તેમજ રનર્સ અપને ટ્રોફી, મેન ઓફ ધ મેચ મેન ઓફ ધ સિરીઝ ને ટ્રોફી આપવામાં આવી હતી.

- text

આ ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા હરદેવસિંહ ઝાલા, બળદેવભાઈ કાંજીયા, ઉમેદભાઈ ગઢવી, પ્રવીણભાઈ, જયેશ મહારાજ, પરાક્રમસિંહ ઝાલા, જયેશભાઈ અઘારા, ચંદાભાઇ, અશોકભાઈ, દિનેશભાઈ, ઉમેશભાઈ પ્રકાશભાઈ તથા દિઘડિયાના યુવાનો અને સાપકડાના રામભા, દિવ્યરાજસિંહ, તુષાર મહારાજ, શક્તિભાઈ સહિતના યુવાનોએ ભારે જહેમત ઊઠાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વિજેતા ટીમને અને રનર્સ અપને જે રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું હતું. તેઓએ તે રકમને ગૌશાળામાં આપી દીધી હતી તે પ્રશંસનીય છે.

 

- text