- text
મોરબી : મોરબી તાલુકાના જીવાપર ગામમાં આવેલ ફેક્ટરીમાં તરુણોને મજૂર તરીકે રાખવા બદલ કોન્ટ્રાક્ટર સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
- text
ગઈકાલે તા. 28ના રોજ મોરબીની મદદનીશ શ્રમ આયુકતની કચેરીના શ્રમ અધિકારી મેહુલ એમ. હિરાણીએ અભિષેક જગદીશ સેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી અભિષેકએ જીવાપર ગામ ખાતે આવેલ સ્પાર્ટન ગ્રેનાઇટો પ્રાઇવેટ લિમિટેડના કારખાનામાં 18 વર્ષથી ઓછી વય ધરાવતાં તરૂણોને મજુર તરીકે રાખ્યા હતા. આથી, હાલમાં પોલીસે બાળ અને તરૂણ કામદાર પ્રતિબંધ અને નિયમન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- text