મોરબીના કોંગી મહિલા આગેવાન ટેકેદારો સાથે આપમાં જોડાયા

- text


 

મોરબી : મોરબી નગરપાલિકા વોર્ડ નંબર ૧૩ માં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કૉંગ્રેસના ગઢમાં આમ આદમી પાર્ટીએ ગાબડું પાડ્યું છે. ગત સ્થાનિક ચૂંટણીના મોરબી નગરપાલિકા વોર્ડ ૧૩ના કોંગ્રેસના ઉમેદવાર રાણા દક્ષાબેન અનિરૂદ્ધસિંહ જે પોતાના ટેકેદારો સાથે આજ રોજ આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે પ્રવેશ મેળવેલ છે. જેને આમ આદમી પાર્ટીના પ્રમુખ મહેશભાઈ રાજ્યગુરુએ આવકાર આપી અભિનંદન પાઠવ્યા છે. તેમ આમ આદમી પાર્ટીના મહામંત્રી પરેશ પારીઆની યાદી જણાવે છે.

- text