મોરબી : ભાજપ દ્વારા 26 અને 27મીએ જિલ્લા- તાલુકા પંચાયત અને પાલિકા માટે સેન્સ લેવાશે

- text


 

મોરબી : મોરબીમાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા યોજવાના વિગતવાર કાર્યક્રમો જાહેર કરી દેવામાં આવ્યા છે. જેમાં નગરપાલિકા અને જિલ્લા તથા તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી કરવા તા.26 અને 27ના રોજ અલગ અલગ સ્થળે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.

મોરબી તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત ચુંટણી લઙવા ઈચ્છુક ભાજપ ઊમેદવારે સેન્સ માટે ફોર્મ તા.25ના રોજ સવારે 9 થી 12 ની વચ્ચે સાંસદ મોહનભાઈના કાર્યાલયે થી રજીસ્ટર કરાવી મેળવી લેવાના રહેશે. બાદમાં તા.26ના રોજ મીલન પાર્ટી પ્લોટ, રોકડીયા હનુમાનજી મંદીરની બાજુમાં, નવલખી રોડ, મોરબી ખાતે જીલ્લા પંચાયતની સીટ મુજબ સેન્સ લેવામાં આવશે. જેમાં આમરણ માટે બપોરે 2 :00 કલાકે, બગથળા માટે બપોરે 2:30 કલાકે, જેતપર માટે બપોરે 3:00 કલાકે, ઘુટુ માટે બપોરે 3:30 કલાકે, શકત શનાળા માટે બપોરે 4:00 કલાકે, મહેન્દ્રનગર માટે બપોરે 4:30 કલાકે, ત્રાજપર માટે સાંજે 5:00 કલાકે અને રવાપર માટે સાંજે 5:30 કલાકે જિલ્લા નિરીક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવશે.

વાંકાનેર શહેરમાં લોહાણા ભોજન શાળા ખાતે તા.26ના રોજ સાંજે 6 કલાકે વોર્ડ નં. 1થી 4 માટે નિરીક્ષકો પ્રદીપભાઈ વાળા, પ્રભુભાઈ પનારા, કાજલબેન ચંડીભમર તેમજ વોર્ડ નં. 5થી 7 માટે નિરીક્ષકો અનિલભાઈ મહેતા, અશ્વિનભાઈ કોટક, રમાબેન ગડારા સેન્સ લેશે. માળીયા શહેરમાં વાગડીયા ઝાપા ખાતે તા.27ના રોજ બપોરે 4 કલાકે વોર્ડ નં. 1થી 7 માટે નિરીક્ષકો જ્યોતીસિંહ જાડેજા, ચંદુભાઈ હુંબલ અને ભાવીનીબેન ડાભી સેન્સ લેશે.

- text

વાંકાનેર તાલુકા માટે વાંકાનેર તાલુકા ભાજપ કાર્યાલય ખાતે તા.27ના રોજ સવારે 9 કલાકે નિરીક્ષકો જયરાજસિંહ જાડેજા, ભવાનભાઈ ભાગીયા અને હંસાબેન રંગપરિયા, માળિયા તાલુકા માટે સપતેશ્વર હનુમાનજીના મંદિરે, સરવડ ખાતે તા.26ના 10 કલાકે નિરીક્ષકો રાઘવજીભાઈ ગડારા, ગોરધનભાઈ સરવૈયા, હંસાબેન ઠાકર સેન્સ લેશે. હળવદ તાલુકા માટે શરણેશ્વર મહાદેવ મંદિરે તા.27ના 10 કલાકે નિરીક્ષકો કે.એસ.અમૃતિયા, હસુભાઈ પંડ્યા અને મંજુલાબેન દેત્રોજા સેન્સ લેશે. મોરબી તાલુકા માટે મિલન પાર્ટી પ્લોટ, નવલખી રોડ ખાતે તા.26ના 2 કલાકે નિરીક્ષકો જેસંગભાઈ હુંબલ, ઘનશ્યામભાઈ ગોહિલ, જશુબેન પટેલ સેન્સ લેશે. ટંકારા તાલુકા માટે જયશ્રી મસાલા ખાતે તા.27ના રોજ સવારે 10 કલાકે નિરીક્ષકો નરેન્દ્રસિંહ ઝાલા, રજનીભાઇ સંઘાણી, હંસાબેન પારેધી સેન્સ લેશે.

ત્યારબાદ મોરબી નગરપાલિકા માટે તા.27ના રોજ બે ગ્રુપ A અને B મુજબ સેન્સ લેવાશે. રવાપર રોડ ઉપર આવેલ શહેર ભાજપ કાર્યાલય ખાતે A ગ્રુપની સેન્સ ફર્સ્ટ ફ્લોર ઉપર જ્યારે B ગ્રુપની સેન્સ સેકન્ડ ફ્લોર ઉપર લેવામાં આવશે. A ગ્રુપમાં વોર્ડ નંબર -1ની 2:00 કલાકે, વોર્ડ નંબર- 2ની 2:45 કલાકે, વોર્ડ નંબર- 3ની 3:30 કલાકે, વોર્ડ નંબર -4ની 4:15 કલાકે, વોર્ડ નંબર -5ની 5:00 કલાકે, વોર્ડ નંબર -6ની 5:45 કલાકે, વોર્ડ નંબર -7ની 6:30 કલાકે સેન્સ લેવાશે. જ્યારે ગ્રુપ Bમાં વોર્ડ નંબર- 8ની 2 :00 કલાકે, વોર્ડ નંબર- 9ની 2:45 કલાકે, વોર્ડ નંબર -10ની 3:30 કલાકે, વોર્ડ નંબર- 11ની 4 :15 કલાકે, વોર્ડ નંબર -12ની 5: 00 કલાકે, વોર્ડ નંબર -13ની 5 :45 કલાકે સેન્સ લેવાશે. મોરબીના વોર્ડ નં. 1થી 7 માટે નિરીક્ષકો સુરેશભાઈ પ્રજાપતિ, રસિકભાઈ વોરા, કાજલબેન પટેલ સેન્સ લેશે. વોર્ડ નં. 8થી 13 માટે નિરીક્ષકો સવજીભાઈ અઘારા, અજયભાઈ રાવલ, સંગીતાબેન વોરા સેન્સ લેશે. તેમ તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડિયા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, શહેર ભાજપ મહામંત્રી રીસીપભાઈ કૈલા અને ભાવેશભાઈ કણજારીયાની યાદીમાં જણાવાયું છે.

- text