મોરબીમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

- text


 

એલસીબી-પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે સ્થળ પરથી રોકડા રૂ.38 હજાર કબજે કર્યા

મોરબી : મોરબીના સામાકાંઠે ભાગ્યલક્ષ્મી સોસાયટી પાસે આવેલ શિવપાર્ક સોસાયટીમાં જાહેરમાં જુગાર રમાંતો હોવાની બાતમીના આધારે એલસીબી-પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે તે સ્થળે રેડ કરીને જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લીધા હતા.પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.38 હજાર કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરાએ જુગાર દારૂની બદીને નાબૂદ કરવાની સૂચના આપતા એલસીબી પીઆઇ વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી-પેરોપ ફર્લો સ્કવોર્ડની ટીમના જયવંતસિંહ ગોહિલ અને ભરતભાઇ મિયાત્રાને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, મોરબીના સામાકાંઠે ભાગ્યલક્ષ્મી સોસાયટી પાસે આવેલ શિવપાર્ક સોસાયટીમાં કેટલાક માણસો જાહેરમાં જુગાર રમે છે.આ પ્રકારની બાતમી મળતા એલસીબી-પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમેં તે સ્થળે રેડ કરી ત્યાં જુગાર રમતા જેસંગભાઈ વીરાભાઈ મકવાણા, ગોવિંદભાઈ દેસાભાઈ ચાવડા, એજાજભાઈ હનીફભાઈ સુમરા, દીપકભાઈ વાલજીભાઈ ચાવડા, અજિતભાઈ મેઘજીભાઈ સોઢાને રોકડા રૂ.38,000 સાથે ઝડપી.લીધા હતા અને આરોપીઓએ વિરુદ્ધ સીટી બી ડિવિઝનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધાવતા આગળની તપાસ બી ડિવિજન પોલીસે હાથ ધરી છે.

- text