મોરબી જિલ્લાના તમામ પેટ્રોલ પંપ ઉપર વેકસીન બુથ શરૂ કરાવો, બધી સુવિધા અમે પુરી પાડીશું : પેટ્રો. ડિલર્સ એસો.

- text


એસો. દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને રૂબરૂ રજુઆત

મોરબી : મોરબી જિલ્લા પેટ્રોલીયમ ડિલર્સ એસોસિએશને તમામ પેટ્રોલ પંપ ઉપર વેકસીન બુથ બનાવવાની માંગ ઉઠાવી બુથ માટેની તમામ વ્યવસ્થા પોતે જ કરી આપવાની તૈયારી બતાવી છે. આ મામલે એસો.ના હોદેદારો જિલ્લા વિકાસ અધિકારીઓને રૂબરૂ મળ્યા પણ હતા.

મોરબી જિલ્લા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિશન દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને રજુઆતમાં જણાવાયું હતું કે મોરબી જિલ્લાના IOCL, BPCL, HPCL, ESSAR, NAYARA અને RELIANCEના તમામ પેટ્રોલ પંપ ઉપરથી કોરોના રસી આમ જનતાને આપવા માટે વેકસીન બુથ ઉભું કરવા તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે કીઓસ્ક, ટેબલ, ખુરશીઓ વગેરે ઉપલબ્ધ કરી આપશું.

વધુમાં તેઓએ જણાવ્યું કે કોરોના મહામારી સામેની લડાઈમાં પેટ્રોલપંપ ના ડિલરો તથા સ્ટાફની મેમ્બરોએ કોરોના વોરીયર્સ તરીકે અગ્રેસર રહીને કોરોના મહામારી સામેની લડાઈમાં વિશેષ જવાબદારી નિભાવીને કાર્યો કર્યા હતા. તો મોરબી જિલ્લાના તમામ પેટ્રોલ પંપ ડિલરો તથા સ્ટાફ મેમ્બરોને ફ્રન્ટ વોરીયર્સ તરીકે સમાવેશ કરીને વેકસીનના ડોઝ આપવામાં અગ્રતા આપવામાં આવે તેવી માંગ છે.

- text

- text