મહેન્દ્રનગર ગામમાં સ્વ. વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો

- text


ધારાસભ્ય સહિતના અગ્રણીઓ રહ્યા હાજર

મોરબી : ગઈકાલે તા. 25ના રોજ આજ રોજ ભૂતપૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન સ્વ. અટલ બિહારી બાજપાઈની જન્મ જયંતિ નિમિત્તે મહેન્દ્રનગર ગામ ખાતે પુષ્પાંજલિના કાર્યક્રમનું આયોજન ગ્રામજનો દ્વારા કરવામાં આવેલ હતું. મોરબી-માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ધારાસભ્ય ઉપરાંત મોરબી જીલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ જીજ્ઞેશભાઈ કૈલા તથા મહેન્દ્રનગર ગામના આગેવાનો મનસુખભાઇ આદ્રોજા, અશ્વિનભાઈ બોપલીયા, કેશુભાઈ કલોલ, જયન્તીભાઈ શેરસીયા, રાજેશ શેરસીયા અને નરેન્દ્રભાઈ મેરજા હાજર રહ્યા હતા.

- text

- text