- text
મોરબી : ‘ગુરૂતત્વ’ શ્રી શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત એક વૈશ્વિક મંચ છે. જે પ્રત્યેક મનુષ્યના આધ્યાત્મિક વિકાસ માટે અવિરત કાર્યરત છે. ગુરુતત્વ સ્વયં શિવકૃપાનંદ સ્વામીજીના તત્વધ્યાનમાં મહાશિબિરનું આયોજન કરે છે. જેના માધ્યમથી લાખો મનુષ્ય હિમાલયના આ અનમોલ ધ્યાનની અનુભૂતિ પ્રાપ્ત કરવાનો અવસર પ્રાપ્ત કરે છે. ગુરુતત્વએ youtube.com/gurutattva અને www.gurutattva.org ઉપર 23થી 30 ડિસેમ્બર સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી મહાશિબિરનું નિઃશુલ્ક જીવંત પ્રસારણ આયોજિત કર્યું છે. આ કાર્યક્રમનું પુનઃપ્રસારણ સાંજે 6થી 8 વાગ્યા સુધી કરવામાં આવશે. મહાશિબિરની તમામ સૂચનાઓ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી @gurutattvamedjtation પર નિયમિત રીતે આપવામાં આવશે.
- text
વર્ષ 2020 ભલે પુરૂ થવા આવ્યું હોય પરંતુ કોરોનાની મહામારી સામેની વૈશ્વિક લડાઈ હજી યથાવત છે. આ પડકારજનક સમયમાં પોતાને શાંત રાખવાનો સૌથી સરળ માર્ગ છે. નિયમિત ધ્યાન હિમાલયનો આ ધ્યાન સંસ્કાર 800 વર્ષ પ્રાચીન છે. જેને પ્રત્યેક મનુષ્ય કોઈ પણ પ્રકારની જટિલ પ્રક્રિયા કે કઠોર સાધના વગર પ્રાપ્ત થઈ શકે છે. મહાશિબિર જીવંત સદગુરુના સાનિધ્યમાં આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરવાનો એક સુવર્ણ અવસર છે. તો તેનો લાભ લેવા આહવાન કરાયું છે.
- text