MCX વિક્લી રિપોર્ટ : બુલડેક્સમાં 1036 પોઈન્ટ અને મેટલડેક્સમાં 364 પોઈન્ટની સાપ્તાહિક મૂવમેન્ટ

- text


સોનાના વાયદાના ભાવમાં રૂ.૧,૪૫૫ અને ચાંદીમાં રૂ.૧,૫૧૪નો ઘટાડો : બિનલોહ ધાતુઓમાં સાર્વત્રિક વૃદ્ધિ
ક્રૂડ તેલના વાયદાના ભાવમાં ઉછાળો : કપાસ, સીપીઓ, મેન્થા તેલમાં સુધારાનો સંચાર

મુંબઈ : કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં દેશના અગ્રણી એક્સચેન્જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર ૬થી ૧૨ નવેમ્બરના સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદાઓ અને ઈન્ડેક્સ ફ્યૂચર્સમાં મળીને ૩૩,૭૩,૦૮૪ સોદાઓમાં કુલ રૂ.૨,૦૬,૬૨૯.૨૪ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧,૪૫૫ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૧,૫૧૪નો ઘટાડો થયો હતો. તમામ બિનલોહ ધાતુઓમાં સાર્વત્રિક વૃદ્ધિ ભાવમાં થઈ હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં ઉછાળો હતો. નેચરલ ગેસ પણ વધી આવ્યું હતું. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, સીપીઓ અને મેન્થા તેલમાં સુધારાનો સંચાર થયો હતો. કોટનનો વાયદો જળવાયેલો હતો.

સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓનો સૂચકાંક એમસીએક્સ બુલડેક્સનો નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે ૧૫,૯૨૬ના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં ૧૬,૨૩૯ અને નીચામાં ૧૫,૨૦૩ના સ્તરને સ્પર્શી, ૧,૦૩૬ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે ૪૧૮ પોઈન્ટ (૨.૬૧ ટકા) ઘટીને ૧૫,૫૮૦ના સ્તરે બંધ થયો હતો, જ્યારે બિનલોહ ધાતુઓનો સૂચકાંક એમસીએક્સ મેટલડેક્સનો નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે ૧૨,૪૫૦ના સ્તરે ખૂલી, ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં ૧૨,૭૭૭ અને નીચામાં ૧૨,૪૧૩ બોલાઈ, ૩૬૪ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે ૨૪૭ પોઈન્ટ (૧.૯૮ ટકા) વધી ૧૨,૭૦૪ના સ્તરે બંધ થયો હતો. સપ્તાહ દરમિયાન બુલડેક્સ ફ્યુચર્સમાં ૨૦,૬૭૨ સોદાઓમાં કુલ રૂ.૧,૮૦૮.૯૯ કરોડનાં ૨૩,૦૫૫ લોટ્સ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં ૩,૯૦૯ સોદાઓમાં કુલ રૂ.૨૬૦.૬૩ કરોડનાં ૪,૧૨૫ લોટ્સનું વોલ્યુમ નોંધાયું હતું, જ્યારે ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે બુલડેક્સ ફ્યુચર્સમાં ૬૭૦ લોટ્સ અને મેટલડેક્સમાં ૨૮૦ લોટ્સના સ્તરે રહ્યો હતો.

કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ.૫૧,૯૧૨ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૫૨,૫૨૦ અને નીચામાં રૂ.૪૯,૫૦૦ના મથાળે અથડાઈ, સપ્તાહના અંતે રૂ.૧,૪૫૫ (૨.૮૦ ટકા)ના ભાવઘટાડા સાથે રૂ.૫૦,૬૦૦ના સ્તરે બંધ થયો હતો. ગોલ્ડ-ગિનીનો નવેમ્બર વાયદો ૮ ગ્રામદીઠ રૂ.૪૧,૭૨૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧,૧૫૪ (૨.૭૭ ટકા)ના ઘટાડા સાથે રૂ.૪૦,૫૭૮ થયો હતો, જ્યારે ગોલ્ડ-પેટલનો નવેમ્બર વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૫,૨૨૪ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૩૮ (૨.૬૪ ટકા) ઘટી બંધમાં રૂ.૫,૦૯૬ના ભાવ થયા હતા. સોનું-મિની ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૧,૯૦૦ ખૂલી, સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૫૨,૫૩૦ અને નીચામાં રૂ.૪૯,૫૨૬ સુધી જઈ સપ્તાહના અંતે રૂ.૧,૪૩૬ (૨.૭૬ ટકા) ઘટી બંધમાં રૂ.૫૦,૬૫૨ના ભાવ થયા હતા.

- text

ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.૬૪,૪૭૯ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૬૬,૪૭૮ અને નીચામાં રૂ.૬૦,૫૬૦ના સ્તરને સ્પર્શી, સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૧,૫૧૪ (૨.૩૬ ટકા)ના ભાવઘટાડા સાથે રૂ.૬૨,૭૩૯ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૬૪,૫૦૦ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧,૪૮૦ (૨.૩૦ ટકા)ના ઘટાડા સાથે રૂ.૬૨,૭૪૨ના સ્તરે બંધ થયો હતો, જ્યારે ચાંદી-માઈક્રો નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૬૪,૩૦૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧,૪૭૫ (૨.૩૦ ટકા) ઘટી બંધમાં રૂ.૬૨,૭૪૮ના ભાવ થયા હતા.

બિનલોહ ધાતુઓમાં તાંબુ નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૫૨૭ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૭.૯૫ (૧.૫૧ ટકા) વધી રૂ.૫૩૫.૯૦ બંધ થયો હતો, જ્યારે નિકલનો નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૧,૧૫૫.૫૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૩૫.૬૦ (૩.૦૭ ટકા) વધી બંધમાં રૂ.૧,૧૯૬.૯૦ના ભાવ થયા હતા. એલ્યુમિનિયમનો નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૧૫૪.૯૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૩.૪૦ (૨.૧૯ ટકા) સુધરી રૂ.૧૫૮.૩૫ના સ્તરે રહ્યો હતો. સીસું નવેમ્બર વાયદો રૂ.૧૪૯.૭૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨.૮૫ (૧.૯૦ ટકા) વધી રૂ.૧૫૩ અને જસતનો નવેમ્બર વાયદો રૂ.૨૦૫.૭૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૩.૮૦ (૧.૮૪ ટકા) વધી રૂ.૨૦૯.૯૦ના સ્તરે બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ ઓઈલનો નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.૨,૮૨૫ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૩,૨૦૪ અને નીચામાં રૂ.૨,૭૪૪ બોલાઈ, સપ્તાહના અંતે રૂ.૨૫૨ (૮.૭૮ ટકા)ના ઉછાળા સાથે બંધમાં રૂ.૩,૧૨૩ના ભાવ થયા હતા. નેચરલ ગેસનો નવેમ્બર વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.૨૧૮.૫૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૪ (૧.૮૦ ટકા) સુધરી રૂ.૨૨૫.૭૦ થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસનો એપ્રિલ-૨૧ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧,૧૪૭ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૧,૧૮૨.૫૦ અને નીચામાં રૂ.૧,૧૩૯ સુધી જઈ, સપ્તાહના અંતે રૂ.૧૮.૫૦ (૧.૬૧ ટકા) વધી રૂ.૧,૧૬૬.૫૦ના સ્તરે બંધ થયો હતો.

રૂ (કોટન)નો નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે ગાંસડીદીઠ રૂ.૧૯,૭૭૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૧૯,૯૫૦ સુધી અને નીચામાં રૂ.૧૯,૫૫૦ સુધી જઈ, સપ્તાહના અંતે કોઈ ફેરફાર વગર આગલા રૂ.૧૯,૭૭૦ના જ સ્તરે સ્થિર રહ્યો હતો. ક્રૂડ પામતેલ (સીપીઓ)નો નવેમ્બર વાયદો ૧૦ કિલોદીઠ રૂ.૮૬૬.૬૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૩૩.૨૦ (૩.૮૧ ટકા) વધી રૂ.૯૦૪.૮૦ના ભાવે બંધ થયો હતો, જ્યારે મેન્થા તેલનો નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૯૫૨ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૮.૭૦ (૦.૯૧ ટકા) વધી રૂ.૯૬૩.૮૦ના ભાવે બંધ થયો હતો.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text