મોરબીમાં અંગત અદાવત મામલે પુત્રએ પિતા પર હુમલો કર્યો

- text


વૃદ્ધે પોતાના પુત્ર સામે હુમલો કર્યાની એ ડિવિજનમાં ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર ભાણેજ વહુને ભગાડી જવા મુદ્દે મારામારી થઈ હતી. જેમાં પુત્રએ પિતા ઉપર ઉપર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં વૃદ્ધે પોતાના પુત્ર સામે હુમલો કર્યાની એ ડિવિજનમાં ફરિયાદ નોંધાવી છે. એ ડિવિજન પોલીસે આ બનાવની ફરિયાદ સંદર્ભે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના લખધીરનગર (નવાગામ) લીલાપર રોડ મચ્છુ-૨ ડેમ પાસે રહેતા ખાનાભાઈ શામજીભાઈ ચૌહાણ (ઉ.વ.૬૦) એ આરોપી ડાયાભાઈ ખાનાભાઈ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા. ૨૮ના રોજ મોરબી લીલાપર રોડ હોથીપીરની દરગાહ પાસે વરીયા નળીયાના કારખાનાની નજીક આરોપી ફરીયાદીના પુત્ર થતા હોય અને આરોપીએ આશરે બે મહીના પહેલા પંચાસર ગામે રહેતી તેની ભાણેજ વહુ થતી હોય અને તેને ભગાડી જતો રહેલ હોવાથી ફરીયાદીએ આરોપી પાસેથી ભાણેજ વહુને લઇ તેમના સગા ને સોપી દીધી હતી અને કહેવા લાગેલ કે મારી પાસેથી કેમ લઇ સોપી દીધેલ તેનો જુનો ખાર રાખી આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી આરોપીએ પોતાની પાસે રહેલ પાવડાનો હાથો લાકડાનો લઈ ફરીયાદીના જમણા હાથના પંજામાં એક ઘા મારી દેતા ફરીને ફેક્ચર જેવી ઈજા કરી હતી. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text