વાંકાનેરમાં જુના ઝઘડાનો ખાર રાખી ફોટોગ્રાફરને માર માર્યો

- text


એક શખ્સ સામે માર માર્યાની વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

વાંકાનેર : વાંકાનેરમાં જુના ઝઘડા મુદ્દે મારમારી થઈ હતી.જેમાં જુના ઝઘડાનો ખાર રાખી એક શખ્સે ફોટોગ્રાફરને માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે એક શખ્સ સામે માર માર્યાની વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેર નગરપાલિકા કચેરી પાસે રહેતા અને ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા મેહુલભાઇ વિનયચંદ્ર મારુ (ઉ.વ.૪૦) એ આરોપી જાવેદ મહમદભાઇ મતવા (રહે સિપાઇ શેરી વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૨૮ ના રોજ ફરિયાદીને અગાઉ છ એક માસ પહેલા આરોપી સાથે માથાકુટ થઈ હતી. તે બાબતનો ખાર રાખી આરોપીએ આ કામના ફરિયાદીને ફોન કરીને વાંકાનેર નગરપાલિકા પાસે બોલાવીને ગાળો આપી ઝપાઝપી કરી તેને બે વખત જમીન ઉપર પછાડી દઇ ફરિયાદીને જમણા ખભ્ભા પાસે હાંસડીમા ફેકચર જેવી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text