મોરબીમાં હજુ હમણાં કોઈ થિયેટર નહીં ખુલે

- text


મોરબી : રાજ્ય સરકાર દ્વારા કોરોનાને લઈને લાંબા સમય પછી આજ 15 ઓક્ટોબર, ગુરુવારથી 50 ટકા પ્રેક્ષકો સાથે રાજ્યના તમામ સિનેમાઘરોને પુનઃ ચાલુ કરવાની છૂટ આપવામાં આવી છે. પણ મોરબીમાં આજ એક પણ સિનેમાઘર ચાલુ નહિ થાય તેવી માહિતી મળી છે.

મોરબીમાં હાલ મોટા મલ્ટીપ્લેક્સમાં સ્કાય મોલ, કલબ 36, દરિયાલાલ સિનેમાઘર તેમજ સુપર, ચિત્રકૂટ અને વિજય ટોકીઝ કાર્યરત છે. મોટાભાગના સિનેમા ઘરના સંચાલકો સાથે વાતચીત થતા તેમણે જણાવ્યું હતું કે હજુ મોરબીમાં સિનેમાઘર ચાલુ કરવાનું અમારું કોઈ આયોજન નથી અને હજુ આ સિનેમા ઘર ક્યારે ચાલુ કરવા એ પણ નક્કી નથી. જો કે ઉપરથી એકપણ નવી ફિલ્મો રિલીઝ થઈ નથી. એટલે સિનેમા ઘર ખોલવાનો કોઈ મતલબ જ નથી. આમ મોરબીમાં હજુ હમણાં કોઈ થિયેટર શરૂ થશે નહીં.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text