- text
માસ્ક, સામાજિક અંતર, સાબુથી હાથ ધોવા, સેનેટાઇઝરના ઉપયોગ, આયુષની ઉપચાર પદ્ધતિ, યોગ કરવા અંગેના શપથ લીધા
મોરબી : કોરોના સંક્રમણ સામે સાવચેત રહી અન્યોને જાગૃત કરવા માટે ગુરુવારના રોજ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર જે.બી.પટેલની આગેવાની હેઠળ પ્રતિજ્ઞા લઇને સૌ કર્મચારીઓ પ્રતિબદ્ધ થયા હતા. કલેક્ટર કચેરીના સભા ખંડમાં આયોજિત કાર્યક્રમમાં નાયબ મામલતદાર નીખીલભાઇ જોષીએ સિમિત સંખ્યામાં ઉપસ્થિત રાખવામાં આવેલ અધિકારી-કર્મચારીઓને માસ્ક પહેર્યા વિના બહાર નહીં નીકળવાની, વ્યકિતઓ વચ્ચે ૬ ફુટ અંતર રાખવાની, વારંવાર સાબુથી હાથ ધોઇને સેનેટાઇઝ કરવાની, આયુષની ઉપચાર પદ્ધતિ અપનાવવાની, યોગ કરવાની, પરિવારની કાળજી લેવાની પ્રતિજ્ઞામાં લેવડાવામાં આવી હતી.
આ પ્રતિજ્ઞા લેવાના કાર્યક્રમમાં મોરબી જિલ્લા કલેકટર જે.બી.પટેલ ઉપરાંત, નિવાસી અધિક કલેકટર કેતન જોષી, જિલ્લા પુરવઠા અધિકારી એસ.પી. પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ. કાથડ, નાયબ કલેકટર એચ..જી.પટેલ સહિત જિલ્લા કલેકટર કચેરીના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
- text
મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate
- text