મોરબી : પાણીના ગેરકાયદે કનેક્શનો 31 ડિસે. સુધીમાં રૂ. 500 ભરીને કાયદેસર કરાવી શકાશે

- text


મોરબી : મોરબી નગરપાલિકાએ રાજ્યના શહેરી ગૃહ વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના પાણીના કનેક્શનો અંગે નવો નિયમ જાહેર કર્યો છે. જેમાં ઘરવપરશના ગેરકાયદે પાણીના કનેક્શનો 31 ડિસે. સુધી રૂ. 500 ભરીને કાયદેસર કરાવી શકાશે. અને શહેરી ગૃહ વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના આ નવા નિયમનું ઉલ્લંઘન કરનાર જમીન માલિકીનો કાયદેસરનો હક દાવો કરી શકશે નહીં.

મોરબી નગરપાલિકાના પ્રમુખ કેતન વિલપરા અને ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું હતું કે રાજ્યના શહેરી ગૃહ વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા પાણીના ઘર વપરાશના કનેક્શન અંગે ગત તા. 26 ઓગસ્ટથી નવી યોજના જાહેર કરવામાં આવી છે. જેમાં મોરબી પાલિકાના વિસ્તારોમાં નાગરિકો દ્વારા અરજીઓ કરીને પાણીનું કનેશન મેળવવાની કાર્યવાહી કરવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં સરકારી કે ખાનગી જગ્યાઓમાં રહીને નાગરિકો દ્વારા ગેરકાયદે પાણીના કનેક્શન મેળવીને પાણીનો વપરાશ કરવામાં આવે છે. પરંતુ પાણીની મૂળભૂત જરૂરિયાતને ધ્યાને લઈને આવા ગેરકાયદે પાણીના કનકેશનો કાપી શકાતા ન હતા. તેમજ પુરાવાના અભાવે આવા ગેરકાયદે પાણીના કનકેશનો કાયદેસર પણ કરી શકાતા ન હતા.

- text

ત્યારે હવે રાજ્યના શહેરી ગૃહ વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા નવી લાગુ કરાયેલી યોજના મુજબ નગરપાલિકાના વિસ્તારમાં સરકારી કે ખાનગી જગ્યામાં આવેલ રહેણાંકના ઉપયોગમાં લેવાતા રહેતા લોકો દ્વારા પાણીના અડધા ઇચની પાઇપના ઘર વપરાશના હેતુસરના ગેરકાયદે કનેક્શન હોય તેવા એકમોના પાણીના અડધા ઇચની પાઇપના કનેક્શન દીઠ રૂ. 500ની રકમ નગરપાલિકાને ભરી કાયદેસર કરાવી શકશે. આ ઉપરાંત, જેને પાણીનું કનેક્શન નથી તેવા લોકો પણ રૂ. 500 ભરીને કનેક્શન મેળવી શકશે. આ નિયમ અનુસાર જે લોકો પાણીના કનેક્શન કાયદેસર નહિ કરાવી શકે, તેના જમીનની માલિકીનો કાયદેસર હક્ક દાવો કરી શકશે નહીં. આ યોજના 31 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે તેવું નગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.

- text