મોરબી સિવિલના કોરોના વોરિયર્સ ડો. નિમેષ રૂપાલાનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન

- text


મોરબી : કોરોના મહામારી દરમિયાન મોરબી જિલ્લાની અનેક આરોગ્ય સંસ્થાઓમાં અધિકારી અને કર્મચારીઓ કોવિડ-19 સંદર્ભે શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છે. તેઓને રાજ્ય કક્ષા અને જિલ્લા કક્ષાએ આજે તા. 15 ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય પર્વ પર સન્માનિત કરવામાં આવ્યા છે. રાજ્યકક્ષાની ઉજવણી ગાંધીનગર ખાતે કરાઈ છે.

- text

આ કાર્યક્રમમાં મોરબીની જનરલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે કાર્યરત ડો. નિમેષ રૂપાલાને મુખ્યમંત્રીના હસ્તે સર્ટિફિકેટ આપી નવાજવામાં આવ્યા છે. તેઓને નિયમિત અને ફરજમાં નિષ્ઠાવાનના ગુણો બદલ તથા કોવીડ-19ના તમામ દર્દીઓ પ્રત્યે સકારાત્મક અભિગમ દાખવવા બદલ સન્માનિત કરવામાં આવ્યા છે. આ તકે તેમના પરિવારજનો, મિત્રવર્તુળ તથા સાથી કર્મચારીઓ દ્વારા શુભેચ્છા પાઠવામાં આવી છે.

- text