મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની પરીક્ષાઓ રદ કરી છાત્રોને માસ પ્રમોશન આપવા શિક્ષણમંત્રીને રજૂઆત

- text


મોરબી : મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને રજૂઆત કરવામાં આવી છે કે કોરોનાની વૈશ્વિક મહામારીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા જાહેર કરાયેલી તમામ પરીક્ષા ૨દ કરી UGCની ગાઇડલાઇન મુજબ પરીક્ષાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે.

તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના નિર્ણયથી યોજાયેલી પ્રથમ તબક્કામાં સેમેસ્ટર-4ની પરીક્ષામાં જાણવા પ્રમાણે રાજકોટની એક વિદ્યાર્થિનીને ચાલુ પરીક્ષાએ કોરોના થયેલ છે. યુનિવર્સીટીની પરીક્ષા દરમિયાન કોરોનાનો ભોગ બને તેને રૂ. 1 લાખની સહાય આપશે તેવું જાહેર કરેલ, પરંતુ શું રાજ્યના યુવાધનની કિંમત ફક્ત રૂ. 1 લાખ? ખરેખર હાસ્યાસ્પદ છે. જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા. તેને યુનિવર્સીટીના અધિકારીઓએ જાણ કરેલ કે વિદ્યાર્થીઓ જાતે કોરોનાના લક્ષણ જણાય તો ટેસ્ટિંગ કરાવી ટ્રીટમેન્ટ લેશો. આમ કહીને હાથ ખંખેરી નાખેલ તેવું પણ જાણવા મળેલ છે. ખરેખર તો તમામ વિદ્યાર્થી, સુપર વાઇઝર અને કર્મચારીના રિપોર્ટ તાત્કાલિક કરાવવાની જવાબદારી યુનિવર્સીટીની ફરજ છે.

- text

વધુમાં, જણાવ્યું છે કે લાસ્ટ યરના વિદ્યાર્થીને આગળના અભ્યાસની કારકિર્દી માટે પરીક્ષા યોજવામાં આવેલ. જે મહદઅંશે યોગ્ય કહી શકાય પરંતુ તે જ પરીક્ષામાં વિદ્યાર્થિનીને કોરોના આવેલ. તો હવે સરકાર અને યુનિવર્સીટી બાકી રહેલી બીજા તબક્કાની પરીક્ષાનો આગ્રહ શા માટે કરે છે? UGCની ગાઇડલાઇન મુજબ એક વિકલ્પ એવો પણ છે કે વિદ્યાર્થીઓને ગત સેમેસ્ટરના પરિણામ આધારિત પ્રમોશન આપવામાં આવે. જો આ વિકલ્પ પસંદ કરવામાં આવે તો સમાજ અને વિદ્યાર્થીને ફાયદાકારક જણાશે.પરંતુ યુનિવર્સીટી શા માટે વિદ્યાર્થીઓને પરીક્ષાના નામે અલગ-અલગ તાલુકા મથકે જમેલો કરવા માંગે છે? શું તાલુકા મથકે પરીક્ષાખંડમાં વિધાર્થીઓ ભેગા નહિ થાય ને કોરોનાનો ભય નહિ રહે? તેવા સવાલો ઉઠાવ્યા છે. રાજ્ય સરકારને અમારી ઉગ્ર રજૂઆત કરી છે કે આ સમય-સંજોગ અને કોરોનાની ગંભીરતાને ધ્યાને રાખીને રાજ્યના યુવાધનના સ્વાથ્ય સામે ચેડા ના કરવા અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા લેવામાં આવનાર તમામ પરીક્ષા રદ કરી વિદ્યાર્થીઓને પ્રમોશન આપવા અપીલ કરાઈ છે.

- text