રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા વિવિધ સ્થળોએ સેનેટાઈઝર ફૂટ પંપ અર્પણ કરાયા

- text


મોરબી : હાલની વૈશ્વિક મહામારી કોરોનાથી બચવા માટે હાથોને વારંવાર સેનેટાઇઝ કરવા જરૂરી છે. એવી સરકાર દ્વારા મેડિકલ સલાહ પણ લોકોને આપવામાં આવે છે. ત્યારે રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા લોકોની જ્યાં ખુબ જ અવરજવર રહે છે. શહેરની એવી સદભાવના હોસ્પિટલ ખાતે ડો. પારીઆ તથા ટ્રસ્ટી, મોરબી નગર પાલિકા ખાતે ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયા, મોરબી પોલીસ સ્ટેશનમા પી. આઈ. આલ, ઠાકર લોજ, રાજકોટ નાગરિક બેંકના મેનેજર મિલન ભાઈ ભટ્ટ, જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી ભગદેવ સાહેબ તથા નાયાબ જિલ્લા વિકાસ અધિકારી પી. વી. વસૈયા, સ્વામી નારાયણ સંસ્કારધામ ટ્રસ્ટ-મોરબી સંચાલિત સંસ્કાર ઈમેજિંગ સેન્ટર ખાતે રમેશભાઈ પટેલની ઉપસ્થિતિમા પગથી પેડલ દબાવવાથી હાથોને સાફ કરી શકાય એવા ફૂટ પંપ આપવામા આવ્યા હતાં.

- text

આ તકે રોટરી ક્લબના પ્રેસીડન્ટ અબ્બાસભાઈ લાકડાવાલા, સેક્રેટરી રૂપેશ પરમાર (કવિ જલરૂપ), રોટરીયન હરીશભાઈ શેઠ, રાજવીરસિંહ સરવૈયા, સંજયભાઈ છનીયારા, ભાવેશભાઈ પારેખ, અદનાન ભારમલ, હૌજેફાભાઈ લાકડાવાલા, યશવંતભાઈ પરમાર હાજર રહેલ હતાં.

- text