હળવદ : ‘ખેતર તમારા બાપનું નથી, અહીંયા કેમ હળ હાંકવા આવ્યા’ તેમ કહી યુવાન પર હુમલો

- text


ચાર શખ્સો સામે માર માર્યાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

હળવદ : હળવદ તાલુકાના કીડી ગામે ખેતર તમારા બાપનુ નથી, અહિયા કેમ હળ હાકવા આવ્યા તેમ કહી યુવાન પર હૂમલો કર્યાની ચાર શખ્સો સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદના આધારે હળવદ પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદી દેવેન્દ્રસિહ ઉર્ફે મુનાભાઇ કાથુભા જાડેજા (ઉ.વ.૪૩, ધંધો-ખેતી, રહે. હળવદ, વૃદાવન પાર્ક, રાણેકપર રોડ) એ આરોપીઓ દિનેશભાઇ સોંડાભાઇ, કિશનભાઇ સોંડાભાઇ, કિશનભાઇ સોંડાભાઇના પત્ની, દિનેશભાઇ સોંડાભાઇના માતા ટીડીબેન (ચારેય રહે. કીડી, હળવદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૧૦ ના રોજ રાત્રીના અગીયારેક વાગ્યેની આસપાસ ફરીયાદીએ પોતાના ખેતરમા ટ્રેકટર ભાડે કરી ટ્રેકટરથી હળ હાકવાનુ કામ ચાલુ હતુ. આ વખતે આરોપીઓ ત્યાં આવ્યા હતા અને આરોપી કિશનભાઇ સોંડાભાઇના પત્ની ગાળો બોલવા લાગેલ કે આ ખેતર તમારા બાપનુ નથી, અહિયા કેમ હળ હાકવા આવેલ છો. તેમ કહી એક્દમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને ડાબા હાથની આંગળી ઉપર લોખંડના સળીયાનો ઘા મારી ફેક્ચર કરી તેમજ આરોપી દિનેશભાઇ તથા કિશનભાઇએ તેમના હાથમાના લોખંડના પાઇપથી ફરીયાદીને માથાના ભાગે એક એક ઘા મારી તેમજ સાહેદ હિતેન્દ્રસિહને આરોપી ટીડીબેને ધોકાથી મુઢમાર મારી તેમજ સાહેદ હિતેન્દ્રસિહને સહ આરોપીઓએ માથામા તેમજ શરીરે મુઢ માર મારી તેમજ સાહેદ દિપકભાઇ પ્રજાપતિ ફરીયાદીને છોડાવવા વચ્ચે પડતા તેઓને પણ મુઢમાર માર્યો હતો. હળવદ પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

- text