મોરબીથી 1600 જેટલા મજૂરોને લઈને ટ્રેન બિહાર જવા રવાના થઈ

- text


મોરબીથી અન્ય રાજ્યો માટે 20થી વધુ ટ્રેનને મંજૂરી મળી

મોરબી : મોરબીમાં લોકડાઉનમાં ફસાયેલા બહાર રાજ્યોના શ્રમિકોને વતનમાં જવાની સરકાર દ્વારા છૂટ અપાયા બાદ છેલ્લા કેટલાક સમયથી આ શ્રમિકોને હેમખેમ વતન પહોંચાડવા માટે મોરબી અન્ય રાજ્યોમાં સતત શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. ત્યારે મોરબી સીરામીક એસોસિએશન અને સ્થાનિક તંત્રના સંયુક્ત પ્રયાસોથી આજે વધુ એક ટ્રેન રવાના થઈ હતી. જેમાં મોરબીથી 1649 જેટલા મજૂરોને લઈને ટ્રેન બિહાર જવા રવાના થઈ છે.

- text

મોરબીના રેલવે સ્ટેશનેથી આજે સવારે 11.30 વાગ્યાની આસપાસ બિહારની એક ટ્રેન રવાના કરવામાં આવી છે. જેમાં આશરે 1649 જેટલા શ્રમિકોના મેડિકલ પરીક્ષણ કર્યા બાદ સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને ટ્રેનમાં બેસાડવામાં આવ્યા હતા અને ટ્રેનમાં બેસેલા શ્રમિકો માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. ત્યારે હર્ષોલ્લાસ સાથે 1649 જેટલા શ્રમિકો ટ્રેનમાં બેસીને પોતાના વતન બિહારના દાનાપુર જવા રવાના થયા હતા. આ તકે એસપી ડો.કરનરાજ વાઘેલા, અધિક કલેકટર કેતન જોશી, સીરામીક એસો.ના હોદેદારો સહિતનાની હાજરીમાં આ ટ્રેન રવાના કરાઈ હતી.

- text