મંજૂરી વિના મહારાષ્ટ્રથી મોરબી આવેલા યુવક સામે પોલીસ કાર્યવાહી

- text


મોરબી : મોરબી જિલ્લામાં લોકડાઉનની કડક અમલવારી થઈ રહી છે. આ દરમિયાન પરમિશન વગર બહારથી કોઈ વ્યક્તિ પ્રવેશે તો તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં મહારાષ્ટ્રથી પરમિશન વગર શહેરમાં આવેલા એક યુવક સામે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબીના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં જયસુખલાલ બાલશંકર જાનીના મકાનમાં રહેતા 38 વર્ષીય વિકાસકુમાર વિનોદકુમાર વર્મા ગઈકાલે તા. 17ના રોજ નવાપરા, એહમદનગર, મહારાષ્ટ્રથી મોરબી આવ્યો હતો. આ અંગે તંત્રને જાણ થતા વિકાસકુમારની વિરુદ્ધ આજે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં મોરબીના જાહેરનામાનો ભંગ કરવા તથા કોરોના વાયરસનું સંક્રમણ વધે તેવુ બેદરકારીભર્યુ ક્રુત્ય કરવા બદલ ગુનો નોંધવામાં આવેલ છે. તેમજ આરોગ્ય તંત્રએ તકેદારીના પગલાં લીધેલ છે.

- text