પિતાની નાદુરસ્ત તબિયત છતાં અમદાવાદ ખાતે 108માં સેવારત મોરબીનો કોરોના વોરિયર યુવાન

- text


મોરબી : વોરિયર એટલે યોદ્ધા. કોરોનાની મહામારી ફેલાયા બાદ કોરોના વોરિયર શબ્દ ખાસો ચર્ચામાં રહ્યો છે. કોરોના સામે ભારતમાં જંગ જીતવા માટે જે-જે ક્ષેત્રોમાં લોકો કામગીરી કરી રહ્યા છે તે તમામ કોરોના વોરિયર તરીકે જાણીતા બન્યા છે. કોરોના વોરિયરની ફરજનિષ્ઠા અને જિંદાદિલીને લોકો દિલથી સલામી આપી રહ્યા છે ત્યારે મોરબીનો એક કોરોના વોરિયર અમદાવાદ ખાતે 108માં એવા સમયે ફરજ બજાવી રહ્યો છે કે જયારે તેના પિતાની તબિયત અસ્વસ્થ છે.

- text

મૂળ મોરબીના રહેવાસી ધર્મેશભાઈ અશ્વિનકુમાર લહેરૂ હાલ સમગ્ર ગુજરાતના હોટસ્પોટ ગણાતા અમદાવાદમાં જોખમી પરિસ્થિતિ વચ્ચે પણ 108ની એમ્બ્યુલન્સ સેવામાં પાયલોટ તરીકેની ફરજ નિભાવી રહ્યા છે. એ એમની ફરજનો એક ભાગ છે એવું ધર્મેશભાઈ માને છે જોકે ખાસ વાત એ છે કે હાલ ધર્મેશભાઈના પિતા અશ્વિનકુમાની તબિયત નાદુરસ્ત હોવા છતાં તેઓ પિતાની બીમારીને લઈને રજા પર ઉતરવાનું મુનાસીબ માન્યું નથી. પરિવારના અન્ય સદસ્યો તેઓના પિતાની સેવા-શ્રુષુતામાં વ્યસ્ત છે જયારે ધર્મેશભાઈ દેશના નાગરિકોની સેવામાં રત છે. જો કે સમય મલ્યે તેઓ ફોન દ્વારા પિતાની ખબરઅંતર પૂછી લ્યે છે. દેશના આવા કોરોના વોરિયર્સની મદદથી જ આપણે કોરોના જેવી મહામારીને ચોક્કસથી હરાવીશું એ નક્કી છે.

- text