મોરબી : આઇ ખેડૂત પોર્ટલ પર અરજીઓ કરવાની મુદત લંબાવાઈ

- text


મોરબી : રાજ્યની ખેતી નિયામકની કચેરી દ્વારા આઇ ખેડૂત પોર્ટલ પર અરજીઓ કરવાની મુદત લંબાવાઈ છે. કચેરીએ જાહેર કરેલા પરિપત્ર મુજબ વર્ષ 2020-21 માટે આઈ ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ લેવાના હેતુસર પોર્ટલ તા. 01/03/2020 થી 31/04/2020 સુધી ખોલવામાં આવેલ હતું. પરંતુ છેલ્લા 1 માસથી વધુ સમયગાળાથી રાજયમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિના લીધે લોકડાઉનના કારણે ખેડૂતો ઓનલાઇન અરજી કરવાથી વંચિત રહેલ હોવાની રજૂઆતો મળેલ હોવાથી વર્ષ 2020-21 માટે નવી અરજીઓ લેવાની મુદતમાં વધારો કરીને પોર્ટલ તા. 05/05/2020 થી 31/05/2020 સુધી પુન: ખોલવાનો નિર્ણય કરવામાં આવેલ છે.

- text

જે મુજબ અરજી ઇનવર્ડ લેવાની મુદત્ત પણ તા. 07/06/2020 સુધી લંબાવવામાં આવેલ છે. હાલની પરિસ્થિતિના કારણે ઘણા ખેડૂતોએ જરૂરી દસ્તાવેજો સહિત અરજી સહી સાથે ઓનલાઇન અપલોડ કરેલ છે. આ પ્રકારની આવેલ અરજીઓને નિયમિતપણે ચકાસીને ઓનલાઈન ઇનવર્ડ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીને સૂચના આપેલ છે. જેથી, ખેડૂતને આ અરજીઓ અંગે અરજી ઇનવર્ડ થવા બાબતનો નિયમિતપણે મેસેજ મળી જાય અને અરજી સબમીટ થવા બાબતે કોઈ પ્રકારની મુજવણ ન રહે.

- text