- text
મોરબી : મોરબીના ભારતીય કિસાન સંઘ દ્વારા 2019-20નું ખરીફ/રવિ ધિરાણ નવા વર્ષમાં કન્વર્ટ કરવા તથા સૌની યોજનાથી સૌરાષ્ટ્રના ડેમો ભરવા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તથા કૃષિમંત્રીને રજૂઆત કરવામાં આવેલ છે.
આ લેખિત રજુઆતમાં જણાવેલ છે કે હાલની કોરોનાના ઉપદ્રવથી ઉત્પન થયેલી ગંભીર પરિસ્થિતિ ધ્યાને લઈને ખેડૂતો પોતાની ઉપજ વેંચી શક્યા નથી. રવીપાકની લણણી પુરેપુરી કરી શકયા નથી અને હજુ પણ 3 માસ સુધી દરેક ખેડૂત વેચાણ કરી શકશે નહિ. તેના કારણે તેઓ લોન ભરપાઈ કરવા સક્ષમ બનશે નહિ. ખેડૂતો મંડળીઓ અને બેન્કોમાં પાક ધીરાણના દેવાથી ખુબ જ ચિંતા અનુભવી રહ્યાં છે. આવામાં તેઓ માલ મફતના ભાવમાં વેચવા મજબૂર બની રહ્યાં છે.
વધુમાં, જણાવેલ છે કે વર્તમાન માર્કેટિંગ અને ખેડૂતની વાસ્તવિક હકીકત જોતા કોઈપણ સંજોગોમાં ચાલુ ધિરાણ ભરપાઈ કરી નવું ધિરાણ લઇ શકે તેમ નથી. જેથી, વર્ષ 2019-20ના વર્ષનું ખરીફ/૨વી ધીરાણ(RCC) 2020-’21માં ટ્રાન્સફર કરી આપવું જોઈએ. કેન્દ્ર સરકાર 3% વ્યાજ રાહત અને રાજય સરકાર 4% વ્યાજ રાહત ખેડતોને આપે છે. તેથી, ખેડૂતોને વ્યાજ ભરવાનો પ્રશ્ન નથી. આમ માત્ર હવાલાથી ધીરાણ ટ્રાન્સફર કરવાનું છે. જે સરકાર દ્વારા ટ્રાન્સફર કરીને આ વર્ષની જે મુદતો છે. તે ભરપાઈ કરવાની મુદત કરી આપવામાં આવે. જેથી, ખેડૂતો જુના દેવા મુક્ત બને અને ચાલુ વર્ષની ખરીફ/રવિ ઉપજો તબ્બકાવાર વેચીને યોગ્ય ભાવ મેળવી શકશે. આ મોરબી જીલ્લાના તમામ ખેડૂતો વતી ભારતીય કિસાન સંઘ દ્વારા માંગણી કરવમાં આવેલ છે.
- text
આ ઉપરાંત, ચાલુ વર્ષે વરસાદ સારા થવાના હિસાબે ઉનાળુ પાકો જેમ કે, ઘાસચારો, મગફળી, તલ, મગ જેવા અન્ય પાકોનું વાવેતર થયેલ છે. ત્યારે ખેડૂતોને આશા હતી કે આ વર્ષે નર્મદા ઓવરફલો થવાના લીધે સૌની યોજનાનું પાણી સૌરાષ્ટ્રમાં વધારેમાં વધારે આવશે. તે આશા એ ઘણા બધા ખેડૂતોએ વાવેતર કરેલ છે. પરંતુ સરકાર તરફથી હજી ઉનાળામાં પણ ડેમ ભરવાની કોઈ વ્યવસ્થા કરેલ નથી. જે પાઈપલાઈન નાખેલ છે તો તેનો ઉપયોગ શું? નર્મદા ભરેલ છે અને સૌરાષ્ટ્રના ઘણા ડેમો હજી ખાલી છે. આવા સમયે સૌરાષ્ટ્રના ચેકડેમો જો પાઈપલાઈનથી ભરવામાં ન આવે તો તેના મતલબ શું? જો સૌની યોજનાથી સૌરાષ્ટ્રના ચેકડેમો ભરવામાં આવે. જેથી કરીને ખેડૂતોએ વાવેલ પાકો ફેલ ન જાય અને પશુઓને પણ યોગ્ય ચારો મળી રહે ઍટલા માટે સૌરાષ્ટ્રના બધા ડેમ તાત્કાલિક ભરે તેવી ખેડૂતોની માંગણી છે.
આમ, સંઘ દ્વારા ખેતીપ્રધાન દેશમાં ખેડૂતોને સંપૂર્ણ સુવિધા મળે, એને સમયસર પાણી મળે, આવા સમયે આ કોરોનાની મહામારીમાં ખેડૂતને કારણ વગર બેંકમાં ધકકા ન થાય એટલા માટે સરકારએ પાક ધીરાણની ફેરબદલી કરી આપવાની માંગણી કરાઈ છે.
- text