- text
જો કોઈ કર્મચારી હેડક્વાર્ટર ખાતે ગેર હાજર જણાશે તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ થશે કાર્યવાહી : ઈન્સીડનટ કમાન્ડર
ટંકારા : રાજકોટ મોરબી જામનગર જિલ્લાની નજીક આવેલ ટંકારા તાલુકો કોવિન 19 ના સંકમણથી બચીને જંગ લડી રહ્યો છે. પરંતુ રાજકોટ જીલ્લામા કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને મોરબી પ્રાત અને ઈન્સીડનટ કમાન્ડર ખાચરે ટંકારા મામલતદાર કચેરીમા ફરજ બજાવતા તમામ કર્મચારીને હેડક્વાર્ટરમા હાજર રહેવા ફરમાન કર્યું છે.
- text
મોરબી પ્રાત અને ઈન્સીડનટ કમાન્ડર ખાચરે આ આદેશ કરતા જણાવ્યું છે કે, તમામ જવાબદાર અધિકારીએ હેડક્વાર્ટર ખાતે હાજર રહેવું જેથી તાકિદની પરીસ્થિતીમા અને આકસ્મિક સંજોગોમાં ઝડપથી મદદ કરી શકાય એ માટે આ આદેશ કર્યો છે. તદ્ઉપરાંત જો કોઈ કર્મચારી હેડક્વાર્ટર ખાતે ગેરહાજર માલુમ પડશે તો તેની વિરુદ્ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 ની કલમ 56 મુજબ ગુજરાત રાજ્ય શિસ્ત અને સેવા વર્તણુકના નિયમો 2002 મુજબ કાર્યવાહી કરવાની ફરજ પડશેનુ જણાવી આ અંગે ગંભીર નોધ લેવા અંતમા જણાવ્યું હતું.
- text