મોરબી જિલ્લામાં વધુ બે કોવીડ હેલ્થ સેન્ટર તથા પાંચ કોવીડ કેર સેન્ટર શરૂ કરાયા

- text


મોરબી : મોરબી વહિવટી તંત્ર દ્વારા કોરોના કોવીડ-૧૯ વાયરસના સંક્રમિત દર્દીઓને પ્રાથમિક સારવાર તેમજ ચકાસણી માટે મોરબી જિલ્લામાં વિવિધ સ્થાનો પર કોવીડ હેલ્થ સેન્ટર તેમજ કોવીડ કેર સેન્ટરની પણ શરૂઆત કરવામાં આવી છે.

આ સેન્ટરમાં કોઇ વ્યક્તિને કોરોના વાયરસના હળવા લક્ષણો હોય તેને તાત્કાલીક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મોરબી જિલ્લામાં ૨ કોવીડ હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે અને ૫ જેટલા કોવીડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. આ સેન્ટરમાં ડૉક્ટર દ્વારા દર્દીઓની તપાસ પણ કરવામાં આવશે. હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને તાત્કાલીક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા વહિવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. જે દર્દીઓને શરદી, ખાસી અને તાવના હળવા લક્ષણો હશે તેમને કોવીડ કેર સેન્ટરમાં અને જેમને મધ્યમ લક્ષણો હશે તેમને કોવીડ હેલ્થ સેન્ટરમાં ઉપરાંત જેમને વધુ લક્ષણો હશે તેમને સિવિલ હોસ્પિટલમાં પણ સારવાર અપાશે.

- text

મોરબી જિલ્લામાં કોરોના વાઇરસના સંક્રમણની ચેઇન આગળ વધતી અટકે તે માટે મોરબી જિલ્લામાં કુલે ૭ સ્થળો પર કોરોના હેલ્થ સેન્ટર તેમજ કોરોના કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જેમાં મોરબીની આયુષ હોસ્પિટલ, સદ્દભાવના હોસ્પિટલમાં કોવીડ હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે જ્યારે મોરબીની જે.એ. પટેલ મહિલા કોલેજ હોસ્ટેલ તેમજ મયુર હોસ્પિટલ ખાતે કોવીડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મોરબી જિલ્લાના વાકાંનેર, ટંકારા તેમજ હળવદ ખાતે પણ કોવીડ કેર સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text