મોરબી સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં ફરજ બજાવતા સ્ટાફને આવશ્યક કીટ ફાળવાઈ

- text


મોરબી અપડેટના અહેવાલ બાદ તંત્રએ સ્ટાફને માસ્ક અને જરૂરી પ્રોટેક્શન કીટ પુરી પાડી

(જનક રાજા દ્વારા) મોરબી : મોરબી જિલ્લાકક્ષાની સિવીલ હોસ્પિટલમાં કોરોનાને લઈને કાર્યરત કરવામાં આવેલ શરદી-ઉધરસ માટે ઓપીડીમાં ફરજ બજાવતા મેડીકલ ઓફિસર તેમજ સ્ટાફને કીટ તેમજ એન-95 માસ્ક ફાળવવામાં આવેલ ન હોવાના અહેવાલ મોરબી અપડેટમાં પ્રકાશિત કરવામાં આવતા મોરબી સિવીલ હોસ્પિટલના બે જવાબદાર અધિકારીઓ સફાળા જાગ્યા હતા. આ અહેવાલ બાદ શરદી-ઉધરસ ઓપીડીમાં ફરજ બજાવતા મેડીકલ ઓફિસર, નર્સીંગ ઓફિસરો ને એન-95, માસ્ક અને સ્પે. કીટ ફાળવવામાં આવી છે.

- text

આ ઉપરાંત, દવા બારીમાં ફરજ બજાવતા ફાર્માસિસ્ટ જે કોઈ પણ દર્દીના સિધા કોન્ટેકમાં આવતા હોય છે. છતાં દવા બારીમાં સ્ટાફની કોઈ જ સેફટી જ નહોતી. જે મોરબી અપડેટના અહેવાલ બાદ દવા બારીમાં ડિસ્પોઝલ માસ્ક અને હેન્ડગલોઝ પણ તાત્કાલિક ફાળવવામાં આવેલ છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text