હળવદમાં લોકોએ ઘરે બેઠા રામનવમીની ઉત્સાહભેર ઉજવણી કરી

- text


હળવદ : ભારતભરમાં જ્યારે લોકડાઉનની વચ્ચે ઘરે બેઠા શ્રી રામ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે ત્યારે વર્તમાન કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રથયાત્રા કે કોઈ સમૂહમાં ભેગા થયા સિવાય ઘરે-ઘરે ભગવાન શ્રી રામની આરતી, પૂજા કરી હળવદ તાલુકાના ધર્મપ્રેમી લોકોએ ભાવભેર ભગવાન શ્રી રામની આરાધના કરી હતી. અને સાંજના સમયે હળવદ શહેરના વિવિધ વિસ્તાર અને હળવદ તાલુકાના દરેક ગ્રામ્ય વિસ્તારમાં લોકોએ ઘરે-ઘરે દીપ પ્રગટાવી ઉત્સભેર ઉજવણી કરી હતી.

- text

દરેક ભાવિકો એ વર્તમાન કોરોનાની પરિસ્થિતિમાંથી જલ્દી જ સાધારણ પરિસ્થિતિ થાય અને વિશ્વનું કલ્યાણ થાય તેવી મર્યાદા પુરસોત્તમ ભગવાન શ્રી રામના ચરણોમાં પ્રાર્થના કરી હતી તેમજ ભગવાન શ્રી રામને આદર્શ માની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇ કોઈ જ પ્રકારની ધર્મસભા-રથયાત્રાનું આયોજન ન કરી સર્વે લોકો એ મર્યાદા અને સંયમના દર્શન કરાવ્યા હતા અને હળવદ તાલુકાના ભાવિક ભક્તો એ આંગણે-આંગણે દીપ પ્રગટાવી અને હળવદ તાલુકામાં લોકોએ ઘરે બેઠા દિવાળી જેવો માહોલ સર્જ્યો હતો.

- text