રફાળેશ્વર પાસે નાલાના કાદવમાં દોઢ દિવસથી ફસાયેલી ગાયનું સેવાભાવીઓએ કર્યું રેસ્ક્યુ

- text


યુનાઇટેડ યુથ જીવદયા ગ્રુપ અને સ્થાનિકોનું સેવાકાર્ય : કાદવમાં ખુપેલી ગાયને મહામહેનતે બહાર કઢાઈ

મોરબી: મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ નાલામાં એક ગાય કાદવમાં ખુંપી ગઈ હતી.તેથી આ ગાયના જીવ ઉપર જોખમ સર્જાયું હતું.પરંતુ યુનાઇટેડ યુથ જીવદયા ગ્રુપે સ્થાનિક લોકોની મદદથી નાલામાં રેસ્ક્યુ કરીને કાદવમાં ફસાઈ ગયેલી ગાયને હેમખેમ બહાર કાઢીને તેનો જીવ બચાવી લીધો હતો.

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રફાળેશ્વર ગામ પાસે નાલામાં દોઢ દિવસ પહેલા એક ગાય પડી ગઈ હતી.આ બનાવ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે ,આસપાસના કારખાનાનો કદળો નીકળતો હોય તે નાલામાં કઈક ખાવા જતા આ ગાય અંદર પડી ગઈ હતી અને નાલા અંદર રહેલા કાદવમાં ગાય ખુંપી ગઈ હતી.જેમાં કાદવમાં પગ ખુંપી જવાથી ગાય દોઢ દિવસ સુધી નાલામાં કણસતી રહી હતી.ગાયનો કણસવાનો અવાજ આવતા સ્થાનિક લોકો ત્યાં દોડી ગયા હતા.આ બનાવની જાણ થતાં યુનાઇટેડ યુથ જીવદયા ગ્રુપના સભ્યો ઘટનાસ્થળે દોડી ગયા હતા. યુનાઇટેડ યુથ જીવદયા ગ્રુપના વિષ્ણુંભાઈ પટેલ સહિતની ટીમેં સ્થાનિક કારખાનેદારો, મજૂરો સહિતના લોકોની.મદદથી રેસ્ક્યુ કરીને નાલામાં અંદર કાદવમાં ખુપેલી ગાયને મહામહેનતે હેમખેમ બહાર કાઢીને તેનો જીવ બચાવી લીધો હતો.

- text