અમદાવાદ સાયબર સેલમાં DCP તરીકે કાર્યરત હળવદના ડો. રાજદીપસિંહ ઝાલાનું ઇ-રક્ષા એવોર્ડથી સન્માન

- text


હળવદ : મૂળ હળવદ તાલુકાના માથક ગામના વતની અને હાલ અમદાવાદ સાયબર ક્રાઈમ વિભાગમાં DCP તરીકે નિષ્ઠાપૂર્વક કામગીરી સાંભળતા ડૉ. રાજદીપસિંહ એન. ઝાલાને કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ દ્વારા ઇ-રક્ષા એવોર્ડ થી દિલ્હી ખાતે સન્માનિત કરાયા છે. ડૉ. રાજદીપસિંહે પોતાનો પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અભ્યાસ હળવદ ખાતે અને એ પણ સરકારી શાળામાં જ કર્યો હોય અને ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ વલ્લભ વિદ્યાનગર ખાતે કર્યો અને મેડિકલ ક્ષેત્રમાં તબીબ બની અને સુરેન્દ્રનગરની સી.જે હોસ્પિટલમાં માનદ સેવા આપી અને દર્દી નારાયણની સેવા કરી ત્યારબાદ પોલીસ વિભાગમાં અધીકારી તરીકે ફરજ બજાવવાની અંતરની ઈચ્છા પૂર્ણ કરવા GPSCની પરીક્ષાની તૈયારી કરી અને GPSCની પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી ઉત્તીર્ણ થયા અને ગુજરાત પોલીસમાં ડી.વાય.એસ.પી તરીકે અલગ અલગ જિલ્લામાં ખૂબ જ નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી અને અમદાવાદમાં ACP- ટ્રાફિક ત્યાર બાદ ACP ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમમાં ફરજ નિભાવી અને DCP તરીકે બઢતી મળતા અમદાવાદ સાયબર ક્રાઈમ વિભાગમાં હાલ DCP તરીકે ફરજ બજાવે છે.

- text

ગુજરાતભરમાં સાયબર ક્રાઈમના અઘરામાં અઘરા કેશો ઉકેલવામાં તેમની કુનેહપૂર્વક આગવી કાર્ય કુશળતા થકી સફળતા મળી છે ત્યારે તેમની શ્રેષ્ઠ કામગીરીને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ દ્વારા દિલ્હી ખાતે ડૉ. રાજદીપસિંહ એન ઝાલાને કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઇ-રક્ષા એવોર્ડથી સન્માનિત કરાયા છે ત્યારે ડૉ. રાજદીપસિંહને સન્માનિત કરાતા હળવદ તાલુકા સહિત ઝાલવાડ અને મોરબી જિલ્લાના લોકો તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે ડો.રાજદીપસિંહ ઝાલા મોરબીમાં પણ ડીવાયએસપી તરીકે નિષ્ઠાભેર ફરજ બજાવી ચુક્યા છે. અહીં તેઓએ અનેક કેસોના ભેદ ઉકેલ્યા છે. ઉપરાંત તેઓએ મોરબીની મુખ્ય એવી ટ્રાફિક સમસ્યાને હલ કરવામાં પણ મહત્વનો ફાળો આપ્યો છે. ત્યારે તેમની સાથે આત્મીયતા ધરાવતા મોરબી પોલીસ પરિવારે પણ તેમને ઇ- રક્ષા એવોર્ડ બદલ શુભેચ્છાઓ પાઠવી છે. પ્રાઇવેટ શાળાનો મોહ રાખતા વાલીઓ માટે ડો.રાજદિપસિંહ એક ઉદાહરણ છે કે સરકારી શાળામાં અભ્યાસ લઈ અને આ સ્ટેજ સુધી પહોંચી શકાય છે.

- text