મોરબીના અક્સા ગિટાર ક્લાસીસના વિદ્યાર્થી જીતનું કલા મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન

- text


મોરબી : મોરબીમાં ગત ગઈકાલે તા. 2 ફેબ્રુઆરીના રોજ સ્વામી નારાયણ ગુરુકુળ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગુજરાત સરકાર દ્વારા કલા મહાકુંભ યોજાયો હતો. જેમાં અક્સા ગિટાર ક્લાસીસના વિદ્યાર્થી જીત કલ્પેશભાઈ ત્રિવેદીએ પોતાની સંગીત કલાના કામણ પાથરી ઓરગેન પર સૂર રેલાવી ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમજ જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી હતી. તેમજ તેમના પરિવાર, ક્લાસીસ તથા મોરબીનુ ગૌરવ વધાર્યું હતું.

- text