મોરબી સબ જેલમાં ડિસ્ટ્રીક જજની ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ

- text


મહિલા તથા પુરુષ કેદીઓએ વિવિધ રમતો રમીને 71મો પ્રજાસત્તાક દિવસ ઉજવ્યો

મોરબી : મોરબી સ્થિત સબ જેલમાં કેદીઓએ 71માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી. સમારોહમાં ઉપસ્થિત ડિસ્ટ્રીક જજ સહિત 6 જજોની હાજરીમાં વિવિધ રમતો રમીને જેલના વાતાવરણમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે દેશભક્તિનો નારો બુલંદ કર્યો હતો.

- text

મોરબી સબ જેલમાં કાચા-પાકા કામના કેદીઓએ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ખેલ-કુદ અને ડાન્સ સહિતના કાર્યક્રમોના આયોજનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. કુલ 40 પુરુષ અને 05 મહિલા કેદીઓએ આ કાર્યક્રમમાં પોતાનો હુન્નર અજમાવ્યો હતો. મહિલા કેદીઓએ લીંબુ ચમચી જેવી સ્પર્ધાઓમાં હાથ અજમાવ્યો હતો જ્યારે પુરુષ કેદીઓએ દૌડ, રસ્સા ખેંચ, કોથળા દૌડ, ડાન્સ જેવી સ્પર્ધામાં પોતાનું કૌશલ્ય દર્શાવ્યું હતું. આ સમગ્ર આયોજન દરમ્યાન ડિસ્ટ્રીક જજ એ.ડી.ઓઝા, એડિશનલ ડિસ્ટ્રીક જજ એમ.કે.ઉપાધ્યાય, સિવિલ જજ એક્સ એન પટેલ, સી.જે.એમ. એ.એન. વોરી, ડી.એલ.એસ.એ. સચિવ આર.કે.પંડ્યા તથા જે.એમ.એફ.સી. જજ એચ.એમ. વૈષ્ણવે ઉપસ્થિત રહી કેદીઓનું મનોબળ વધારી તેઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ તકે ઉપસ્થિત જજોએ જેલની તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ પણ કર્યું હતું.

- text