મોરબીમાં ફિલ્મ અભિનય ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે ઉત્તમ તક

- text


મોરબી : હિમસન ફિલ્મ અભિનય એકેડેમી દ્વારા આગામી તા. ૧૨ જાન્યુઆરી, 2020ને રવિવારથી અભિનયના તાલીમ વર્ગ શરૂ થઈ રહ્યા છે. જેમાં ગુજરાતી ફિલ્મના રાઈટર-ડિરેક્ટર લાલજી મહેતાની રાહબારી હેઠળ અભિનય તાલીમ વર્ગની એક બેચ પૂર્ણ કરી બીજી બેચ શરૂ થઈ થવા જઈ રહી છે ત્યારે તેમાં મર્યાદિત સંખ્યા લેવાની હોય, જેમાં 10 વર્ષથી 55 વર્ષ સુધીના બાળકો, યુવક-યુવતીઓ અને વડીલો પણ અભિનય તાલીમમાં જોડાઈ શકે છે. અભિનય વર્ગમાં તાલીમ લીધેલ કલાકારોને એકેડમીની આગામી ફિલ્મ કે સોંગમાં ચાન્સ આપવામાં આવશે. બેચમાં ફક્ત ૧૫ વ્યક્તિને જ એડમિશન આપવામાં આવશે. આ વર્ગનું સ્થળ અવની ચોકડી, એ-વન કોમ્પ્લેક્સ, ત્રીજા માળે, મોરબી ખાતે સમય સાંજે ૪ થી ૬ સુધી રહેશે. આ ફોર્મ હિમસન ફિલ્મ, 49, સૂર્યોદય કોમ્પ્લેક્સ, પરા બજાર, એસબીઆઇ બેન્ક સામે તથા ધનજીભાઈ પટેલ, બોની પાર્ક, ઉમા પ્લે હાઉસ, રવાપર રોડ પરથી મેળવી શકાશે. ફોર્મ મેળવવાનો સમય સવારે 10 થી 12 સુધી તથા સાંજે 5 થી 7 સુધીનો રહેશે. વધુ વિગત માટે લાલજીભાઈ મહેતા મો. 98257 90412 પર સંપર્ક કરવાનો રહેશે.

- text