મોરબીમાં સિરામિકના બે ભાગીદારોએ બારોબાર માલ વેચી રૂ. 1.49 કરોડની છેતરપીંડી કર્યાની ફરિયાદ

- text


ત્રીજા ભાગીદારની ફરિયાદના આધારે તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી

મોરબી : મોરબીના એક સિરામિક કારખાનામાં બે પાર્ટનરે મળીને એક પેઢીને બારોબારથી માલ વેંચી મારીને રૂ. 1.49 કરોડની છેતરપીંડી આચરી હોવાની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. આ ફરિયાદના આધારે તાલુકા પોલીસે બન્ને પાર્ટનર વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડની તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ ડેલટોન સીરામિકના માલિક સંજયભાઈ દેવજીભાઈ કોટડીયા રહે. રવાપર રોડ, મોરબીવાળાએ તેમના બે ભાગીદારો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના ભાગીદાર મનહરભાઈ ઉર્ફે મનોજભાઈ ગોવીંદભાઈ કાલરીયા(મોરબી પાસ આગેવાન) રહે. મોરબી અને નરેશભાઈ જીણાભાઈ કથીરિયા રહે. જૂનાગઢ વાળાએ તા. 26/12/2013 થી 04/09/2016 દરમિયાન કારખાનાનો રૂ. 1.49 કરોડની કિંમતનો કોમર્શિયલ અને પ્રિમિયમ ટાઇલ્સનો માલ બારોબાર વાસુદેવ એન્ટરપ્રાઈઝને વેચી મારીને છેતરપીંડી આચરી છે.

- text

આ અંગે તાલુકા પોલીસ મથકના પીએસઆઈ આર.બી. ટાપરીયાએ જણાવ્યું હતું કે ત્રણેય વ્યક્તિઓ સીરામીક કારખાનાના ભાગીદારો છે. જેમાં બે વિરુદ્ધ ત્રીજા ભાગીદારે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે બન્ને ભાગીદારો વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- text