હળવદ : થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે મંગાવેલા રૂ.૫૬ હજારના દારૂ સાથે બે ઝબ્બે

- text


ઇસનપુર અને ધનાળા ગામે હળવદ પોલીસે રેડ કરીને બુટલેગરોની મેલીમુરાદ પર પાણી ફેરવી નાખ્યું

હળવદ : થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં ઈંગ્લીશ દારૂની રેલમછેલ કરવા બુટલેગરો સક્રિય બન્યા છે.થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં પ્યાસીઓની ડિમાન્ડ પુરી કરીને રોકડી કરી લેવા માટે બુટલેગરો ઈંગ્લીશ દારૂનો જથ્થો મંગાવીને સપ્લાય કરવાની હિલચાલ કરી રહ્યા છે.ત્યારે મોરબી જિલ્લામાં ૩૧ ડીસેમ્બરને લઈને દારૂની બદીને કડક હાથે ડામી દેવાની એસપીની સુચનાને પગલે સમગ્ર જિલ્લાની તમામ પોલીસ કામે લાગી છે અને બુટલેગરો પર તવાઈ ઉતારી રહી છે.ત્યારે હળવદ પોલીસે બે સ્થળે દારૂની રેડ કરી હતી અને રૂ.૫૬હજારની કીમતની ૧૭૩ બોટલ દારૂ સાથે બે બુટલેગરોને ઝડપી લીધા હતા જ્યારે ઇસનપુરનો બુટલેગર નાસી છૂટયો હતો તેને ઝડપી લેવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરી છે.

હળવદ પોલીસે પહેલા ઇસનપુર ગામે દારૂની રેડ કરી હતી.ત્યાંથી ઈંગ્લીશ દારૂ કબ્જે કર્યો હતો.પણ બુટલેગર હાથમાં આવ્યો ન હતો.બાદમાં ધનાળા ગામે દારૂની રેડ કરી હતી.ત્યાંથી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.જેમાં સુખપર ગામનો બુટલેગર આ વિદેશી દારૂ આપી ગયો હોય જેથી તેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે

- text

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ પી.આઈ સંદીપ ખાંભલા ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ પી.જી પનારા,યોગેશદાન ગઢવી ,મુમા ભાઈ કલોતરા,દેવેન્દ્રસિંહ ઝાલા સહિતનાઓ દ્વારા આજે તાલુકાના બે ગ્રામ્ય વિસ્તારમાં વિદેશી દારૂની રેડ કરી હતી જેમાં ઇસનપુર ગામે રહેતા અજય જીવરાજ કોળી ની વાડીએ દરોડો પાડ્યો હતો જેમાં જેમાં પોલીસને ૮૪ દારૂની બોટલો મળી આવી હતી જેથી પોલીસે રૂપિયા ૨૫૨૦૦નો વિદેશી દારૂ ઝડપી લય નાસી છૂટેલ આરોપી ને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન તેજ કર્યા છે .જ્યારે બીજી રેડમાં હળવદ પોલીસે ધનાળા ગામે બુટલેગર રમેશ કોળીના રહેણાંક મકાન પર તપાસ કરતા ત્યાંથી ૮૯ બોટલ દારૂ મળી આવ્યો હતો જેમાં આરોપીને ઘટનાસ્થળેથી ને ઝડપી લેવાયો હતો તેમજ ઇસનપુર અને ધનાળા ગામે દારૂ આપી જનાર સુખપર ગામના હેમંત જાદુભાઈને પણ પોલીસે દબોચી લીધો છે

હાલ તો પોલીસ દ્વારા ઝડપાયેલા બંને આરોપીઓની પૂછપરછ હાથ ધરી આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને હજુ આની પાછળ કોણ કોણ સંડોવાયેલા છે તેમ સહિતની તપાસ પોલીસ દ્વારા ચલાવાઈ રહી છે.

- text