મોરબી : પ્રજાકીય પ્રશ્નોના નિકાલ માટે જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી

- text


રોડ, રસ્તા, પાણીની પાઈપ લાઈન, ગટર, ઓવરબ્રિજ, કેનાલ રીપેરીંગ, પીવાના પાણી સહિતના પ્રશ્નોનો અંગે ચર્ચા કરાઇ

મોરબી : મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવા બેઠક યોજવામાં આવી હતી. જેમાં વિચારણા કરી પ્રશ્નોનો નિકાલ લાવવામાં આવ્યો હતો. આ સંકલન સમિતિની બેઠકમાં રોડ, રસ્તા, પાણીની પાઈપ લાઈન, ગટર, ઓવરબ્રિજ, કેનાલ રીપેરીંગ, પીવાના પાણી સહિતના વિવિધ પ્રશ્નોનો નિકાલ લવાયો હતો.

ઈનચાર્જ જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલ આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, મોરબી-માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, ટંકારા પડધરીના ધારાસભ્ય લલીતભાઈ કગથરા, હળવદના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયાએ પ્રજાહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. જેનો સંબંધિત વિભાગના અધિકારીઓ નિકાલ લાવ્યા હતા અને જવાબો રજૂ કર્યા હતા. સમગ્ર બેઠકમાં વિવિધ વિભાગોને લગતા પ્રશ્નો રજૂ કરાયા હતા જેમાં સિંચાઇના પાણી, પીવાના પાણીની પાઈપ લાઈનો, નર્મદા કેનાલો રીપેરીંગ, મચ્છુ કેનાલ, રેલ્વે ઓવરબ્રિજ, રસ્તાના દબાણો દુર કરવા, નેશનલ હાઈવે રોડ કામ ચાલુ હોય ત્યા સર્વિસ રોડ બનાવવા, સ્પીડબ્રેકરો દુર કરવા, કેનાલ રોડ ઉપર હેવી વાહનો બંધ કરવા જેવા પ્રશ્નોની રજુઆતો કરાઈ હતી. સમગ્ર બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેક્ટર કેતન પી. જોષીએ કર્યું હતું.

- text

આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા મોરબી-માળીયા ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, ટંકારા પડધરીના ધારાસભ્ય લલીતભાઈ કગથરા, હળવદના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા, મદદનીશ કલેકટર હળવદ ગંગાસિંહ, મોરબી પ્રાંત અધિકારી એસ.જે. ખાચર, પ્રાંત અધિકારી વાંકાનેર એન.એફ. વસાવા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી.વી.વસૈયા, ડી.વાય.એસ.પી. ચૌધરી સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text