મોરબીના લીલાપર રોડ અને જોખમી નાલાની અંતે મરમત શરૂ

- text


પાલિકાના કાઉન્સિલરની રજુઆતને પગલે તંત્રએ રૂ.48 લાખના ખર્ચે મરમતનું કામ હાથ ધર્યું

મોરબી : મોરબીના લીલાપર રોડ ખરાબ થઈ જતા અને અહિયાનું નાલું પણ જોખમી થઈ જવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. ત્યારે પાલિકાના સ્થાનિક કાઉન્સિલરે લીલાપર રોડ અને જોખમી નાલાની મરમત કરવા માટે પાલિકા તંત્રને રજુઆત કરી હતી. જેના પગલે તંત્રએ રૂ.48 લાખના ખર્ચે આ મરમત કામ હાથ ધર્યું છે.

- text

મોરબીના લીલાપર રોડ ઘણા સમયથી બિસમાર હાલતમાં છે તેમજ લીલાપર રોડ ઉપર આવેલ નાલું પણ તૂટી જવાથી જોખમી બની ગયું હતું. આથી વાહન ચાલકો પણ અકસ્માતનું જોખમ ઉભું થયું હતું. તેમજ લીલાપર રોડ ખરાબ હોવાથી વાહન ચાલકોને અવરજવર કરવામાં ભારે મુસીબતોનો સામનો કરવો પડતો હતો. તેથી મોરબી પાલિકાના આ વિસ્તારના સ્થાનિક કાઉન્સિલર ભરતભાઇ જારીયાએ અગાઉ પાલિકા તંત્રને રજુઆત કરીને લીલાપર રોડ અને જોખમી નાલાની તાકીદે મરમત કરવાની માંગ કરી હતી. જેના પગલે તંત્રએ રૂ.48 લાખના ખર્ચે આ મરમતનું કામ હાથ ધર્યું છે.

- text